ETV Bharat / bharat

Presidential Election 2022 : 4 વિધાનસભાની જીતે ભાજપ માટે સરળ બનાવ્યો રસ્તો, પરંતુ..

રાષ્ટ્રપતિ રામનાથ 24 જુલાઈ, 2022 ના રોજ તેમનો કાર્યકાળ (Tenure of President Ramnath) પૂર્ણ કરશે. ત્યારબાદ ભારતમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 4-1થી જીત મેળવીને ભાજપે નક્કી કર્યું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Presidential Election 2022) NDAના ઉમેદવાર જ જીતશે. જો કે, અંદાજો સૂચવે છે કે મોટી જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપને થોડા નાના પક્ષોની જરૂર પડશે.

Presidential Election 2022 : 4 વિધાનસભાની જીતે ભાજપ માટે સરળ બનાવ્યો રસ્તો, પરંતુ..
Presidential Election 2022 : 4 વિધાનસભાની જીતે ભાજપ માટે સરળ બનાવ્યો રસ્તો, પરંતુ..
author img

By

Published : Mar 16, 2022, 9:56 AM IST

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં જીત મેળવી હોવા છતાં તેની બેઠકો અગાઉની સરખામણીમાં ઘટી છે. જેના કારણે રાજ્યસભામાં વિપક્ષને ફાયદો થશે. આ સિવાય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Presidential Election 2022) મોટી જીતની ખાતરી કરવા માટે ભાજપે NDA ગઠબંધનની બહારના સહયોગીઓની શોધ કરવી પડશે.

2017 કરતા ભાજપ પાસે વોટ ઓછા - 2017 માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદને ઘણા બિન-કોંગ્રેસી પક્ષોનું સમર્થન મળ્યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Tenure of President Ramnath) કુલ 4,896 સાંસદો અને ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને 10,98,903 વોટમાંથી 7,02,044 વોટ મળ્યા, જ્યારે મીરા કુમારને 3,67,314 વોટ મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કોવિંદને 335 વોટ મળ્યા અને મીરા કુમારને 65 વોટ મળ્યા. આ વખતે NDA ના ખાતામાં માત્ર 273 સીટો છે. એટલે કે 2017 કરતા ભાજપ પાસે 62 વોટ ઓછા છે.

દરેક સાંસદના વોટની કિંમત 708 - ભાજપ પાસે દેશભરની વિધાનસભાઓમાં 1,431 ધારાસભ્યો છે. કોંગ્રેસ 753 ધારાસભ્યો સાથે બીજા નંબર પર છે. બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી પક્ષો પાસે કુલ 1,923 ધારાસભ્યો છે. પંજાબમાં જીત બાદ, આમ આદમી પાર્ટીને 1 ટકા, TMC પાસે 3.05 ટકા, જગન મોહન રેડ્ડીની YSRCP પાસે 4 ટકા, તેલંગાણામાં TRS પાસે 2.2 ટકા અને BJD પાસે લગભગ 3 ટકા વોટ છે. NDAના લોકસભામાં 334 અને રાજ્યસભામાં 115 સભ્યો છે. NDAના (NDA Candidate in the Presidential Election) લોકસભામાં 334 અને રાજ્યસભામાં 115 સભ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના માત્ર 106 સભ્યો જ મતદાન કરી શકે છે. નામાંકિત સભ્યો પાસે મતદાનનો અધિકાર નથી.જ્યારે દરેક સાંસદના વોટની કિંમત 708 નક્કી કરવામાં આવી છે. 2017માં 522 સાંસદોએ રામનાથ કોવિંદની તરફેણમાં મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : PM મોદીએ કર્યો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ, કહ્યું સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

કોંગ્રેસ પાસે છત્તીસગઢ કરતા પણ વધુ ધારાસભ્યો - ઉત્તરાખંડમાં કોવિંદને 59 વોટ મળ્યા હતા. જ્યારે મીરા કુમારને ગત ચૂંટણીમાં 11 વોટ મળ્યા હતા. હવે ભાજપના 47 ધારાસભ્યો છે એટલે કે ઉત્તરાખંડમાં પણ 12 ધારાસભ્યો ઘટી ગયા છે. છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ભાજપે ઝારખંડમાં ઘણી બેઠકો ગુમાવી છે. અને 2017માં રામનાથ કોવિંદને પણ જમ્મુ-કાશ્મીરમાંથી એક ધાર મળી હતી. આ વખતે આ રાજ્યમાં વિધાનસભા ભંગ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે છત્તીસગઢ કરતા પણ વધુ ધારાસભ્યો છે. એટલે કે ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપના (BJP in the run-up to the Presidential Election) વોટમાં ઘટાડો થયો છે.

ભાજપના ઉમેદવાર માટે જીતવું કાઠું - આ ઉપરાંત જુલાઈ સુધીમાં રાજ્યસભામાં વિપક્ષી દળોની સંખ્યા વધી જશે. નિષ્ણાતો માને છે કે જો બિન-NDA રાજકીય પક્ષો રેલી કરે તો ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જીતવા માટે 1.5 ટકા વોટની જરૂર પડશે. જો કે, એવી ધારણા છે કે છેલ્લી ચૂંટણીની જેમ આ વખતે પણ નવીન પટનાયકનું બીજુ જનતા દળ અને YSR કોંગ્રેસ (Congress in the run-up to the Presidential Election) વિધાનસભાથી સંસદ સુધીના NDA ઉમેદવારને સમર્થન આપી શકે છે. આ રીતે ભાજપના ઉમેદવાર માટે જીતવું બહુ મુશ્કેલ નહીં હોય.

આ પણ વાંચો : 5 state congress chief resignations: સોનિયા ગાંધી એક્શન મોડમાં, પાંચ પ્રદેશ પ્રમુખો પાસેથી માંગ્યું રાજીનામું

વિવિધ રાજ્યોના મતોનું મુલ્ય - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહોના સભ્યોના મતનું કુલ મૂલ્ય 5,49,408 છે અને તમામ રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય 5,49,495 છે. આ રીતે કુલ મતોનું મૂલ્ય 10,98,903 થાય છે. ત્યારે તમામ રાજ્યોમાં ધારાસભ્યોના વોટનું મૂલ્ય અલગ-અલગ છે. તે રાજ્યની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યા અનુસાર નક્કી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય 83,824 છે, જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર સાત છે. મહારાષ્ટ્રના ધારાસભ્યના વોટની કિંમત 50,400 છે. મતદાન પછી જ્યારે મત ગણતરી થાય છે, ત્યારે મતના મૂલ્યો ઉમેરવામાં આવે છે. આ આધારે ચૂંટણી જીતવા માટે 50 ટકાથી વધુ એક વોટની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.