- રાષ્ટ્રપતિ બે દિવસીય લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લદ્દાખમાં દશેરાની ઉજવણી કરશે
- સામાન્ય રીતે રાષ્ટ્રપતિ દિલ્હીમાં દશેરાની ઉજવણી કરે છે
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) આ વર્ષે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં સૈનિકો સાથે દશેરા (Dussehra 2021) ની ઉજવણી કરશે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દશેરાની ઉજવણી કરતા હોય છે.
રાષ્ટ્રપતિની બે દિવસીય લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત
રાષ્ટ્રપતિ ભવન તરફથી મળતી માહિતી અનુસાર, "રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 14 અને 15 ઓક્ટોબરે લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે." તેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ 14 ઓક્ટોબરના રોજ સિંધુ ઘાટ, લેહ ખાતે સિંધુ દર્શન પૂજા કરશે અને તેઓ સાંજે તે જ દિવસે ઉધમપુરમાં સૈનિકો સાથે વાતચીત પણ કરશે.
કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
15 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે, આ બાદ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: