- કોવિંદે 40 મિનિટ જેટલો સમય શ્રીમંદિરમાં વિતાવ્યો
- SJTAના મુખ્ય પ્રશાસક ક્રિશન કુમારે કર્યું સ્વાગત
- રાષ્ટ્રપતિ રત્ન સિંહાસનમાં પ્રવેશ કરનાર પ્રથમ VVIP
પુરી(ઓડિશા): રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ પત્ની કવિતા સાથે સવારે 8.45 વાગ્યે તાલાબનીયા હેલિપેડ પર ઉતર્યા હતા. સવારે 9.05 વાગ્યે તેમણે શ્રીમંદિરમાં પવિત્ર ત્રિમૂર્તીને પ્રણામ કર્યા હતા. મંદિરમાં 40 મિનિટના રોકાણ દરમિયાન તેમણે રત્ન સિંહાસનની નજીક ભગવાનના દર્શન કરવા માટે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. તેઓ રત્ન સિંહાસનમાં પ્રવેશ કરનાર પ્રથમ VVIP છે, જેમાં 2015થી જાહેર પ્રવેશ પ્રતિબંધિત હતો.
આ પણ વાંચો:જગન્નાથ પુરીમાં રથયાત્રાના પગલે સમગ્ર પુરી જિલ્લામાં શટડાઉન
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બંધ રખાયું મંદિર
તેમની મુલાકાત દરમિયાન મંદિર લોકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. કેટલાક પસંદ કરાયેલા લોકો અને મંદિરના અધિકારીઓને મંદિરમાં પ્રવેશ માટે પાસ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને આવકારવા પુરી ગજપતિ મહારાજા દિબ્યસિંહ દેબ અને SJTAના મુખ્ય પ્રશાસક ક્રિશન કુમારે લાયન્સ ગેટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
કોણાર્કના સૂર્યમંદિરની પણ મુલાકાત લેશે
રાષ્ટ્રપતિ બન્યા પછી કોવિંદની જગન્નાથ મંદિરની આ બીજી મુલાકાત છે. 18 માર્ચ, 2018ના રોજ પણ તેમણે પત્ની સાથે મંદિરની મુલાકાત લીધી હતી. સમયપત્રક મુજબ, કોવિંદ સવારે 9.45 વાગ્યે જગન્નાથ મંદિરથી નીકળીને હેલિકોપ્ટર દ્વારા કોણાર્કથી સૂર્યમંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ તે કોણાર્ક ખાતે ઇન્ડિયા ઓઇલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવેલા ઈન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લેશે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોએ ન જવા ઓડિશા ડીજીપીએ અપીલ કરી