પ્રયાગરાજઃ માફિયા અતીક અહેમદના નાના ભાઈ પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને પ્રયાગરાજ લાવવા પોલીસ ટીમ બરેલી જેલ પહોંચી છે. બરેલી જેલમાંથી પોલીસ અશરફને ઉમેશ પાલ હત્યા કેસમાં બી વોરંટ હેઠળ પ્રયાગરાજ લાવશે. પ્રયાગરાજ પોલીસની ટીમ બરેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા બાદ અશરફને પ્રયાગરાજ લાવશે.
અશરફને લવાશે પ્રયાગરાજ: પ્રયાગરાજ પોલીસની ટીમ શુક્રવારે સવારે બરેલી પહોંચી હતી. પ્રયાગરાજ પોલીસ ઉમેશ પાલ હત્યા કેસમાં બી વોરંટ હેઠળ બરેલીથી અશરફના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવશે. આ પછી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પ્રયાગરાજ લાવવામાં આવશે. આ પછી પ્રયાગરાજ પોલીસ કોર્ટમાંથી અશરફના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટે અરજી દાખલ કરશે. પોલીસ કસ્ટડી રિમાન્ડમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અશરફની ઝીણવટભરી પૂછપરછ કરશે.
આ પણ વાંચો: Atiq ahmed Case: અતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો
ઉમેશ પાલ હત્યા કેસમાં પુછપરછ: મંગળવારે ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અને અન્ય હત્યારાઓને પ્રોડક્શન માટે પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અતીક અહેમદનો કાફલો મંગળવારે સાંજે 5.26 કલાકે નૈની જેલમાં પ્રવેશ્યો હતો. આ પછી પોલીસ ભાઈ અશરફ સાથે નૈની જેલ પહોંચી. આવું પહેલીવાર બન્યું જ્યારે અતીક અહેમદ, તેનો ભાઈ અશરફ અને પુત્ર અલી એક જ જેલમાં હતા. કોર્ટમાં હાજર થયા બાદ અતીક અહેમદને ગુજરાત અને અશરફને બરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
અતીક અહેમદ ગુજરાતની જેલમાં: ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના માફિયા અતિક અહેમદને ફરીવાર સાબરમતી જેલમાં ધકેલી દેવાયો છે. વર્ષ 2007માં ઉમેશપાલ અપહરણ કેસમાં તેને ઉત્તર પ્રદેશ પ્રયાગરાજની એમપી- એમએલએની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે હવે અતિક અહેમદ પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રહેશે.
આ પણ વાંચો: Umesh Pal Case: આજીવન કેદનો ચુકાદો સાંભળી ભાઈને ગળે લગાવી રડી પડ્યો માફિયા