ETV Bharat / bharat

"પ્રારંભ: સ્ટાર્ટ અપ ઈન્ડિયા પહેલ પર આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ"

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના ઉદ્યોગ અને આંતરિક વેપારને ઉત્તેજન વિભાગ દ્વારા બે દિવસની એક આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ યોજાઈ રહી છે. આદરણીય વડાપ્રધાન દ્વારા કાઠમંડુ ખાતે ઑગસ્ટ 2018માં યોજાયેલી ચોથી 'બિમ્સ્ટેક' શિખરમાં કરાયેલી જાહેરાતના પગલે આ બે દિવસની આંતરરાષ્ટ્રીય શિખર યોજાઈ રહી છે.

સ્ટાર્ટ અપ ઈન્ડિયા
સ્ટાર્ટ અપ ઈન્ડિયા
author img

By

Published : Jan 21, 2021, 7:26 PM IST

ન્યૂઝ ડેસ્ક: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના ઉદ્યોગ અને આંતરિક વેપારને ઉત્તેજન વિભાગ દ્વારા બે દિવસની એક આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ યોજાઈ રહી છે. આદરણીય વડા પ્રધાન દ્વારા કાઠમંડુ ખાતે ઑગસ્ટ ૨૦૧૮માં યોજાયેલી ચોથી 'બિમ્સ્ટેક' શિખરમાં કરાયેલી જાહેરાતના પગલે આ બે દિવસની આંતરરાષ્ટ્રીય શિખર યોજાઈ રહી છે. ચોથી બિમ્સ્ટેક શિખરમાં તેમના ઉદ્બોધનમાં આદરણીય વડા પ્રધાને નીચે મુજબ જાહેરાતો કરી હતી:

સભ્ય દેશો વચ્ચે ઊંડી સમજ અને વિશ્વાસ નિર્માણ કરવા અને નીતિ અંગે બૌદ્ધિકોના બિમ્સ્ટેક નેટવર્કના વિવિધ સ્તરે લોકોથી લોકો વચ્ચે સંપર્કને ઉત્તેજન આપવા સંકલ્પ.

લોકોથી લોકો વચ્ચે સંપર્ક વધારવા સાંસદો, વિશ્વ વિદ્યાલયો, શિક્ષણ જગત, સંશોધન સંસ્થાઓ, સાંસ્કૃતિક સંગઠનો અને પ્રસાર માધ્યમો માટે યોગ્ય બિમ્સ્ટેક મંચ સ્થાપવાની સંભાવના શોધવા સંમતિ.

"સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્કીમ" એ ભારત સરકારે રોજગારી અને સંપત્તિ સર્જન માટે કરેલી પહેલ છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો હેતુ ઉત્પાદનોનો વિકાસ અને શોધ તેમજ ભારતમાં રોજગારનો દર વધારવાનો છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાનો લાભ કામનું સરળીકરણ, આર્થિક સહાય, સરકારી ટેન્ડરો, નેટવર્ક બનાવવાની તક વગેરે છે. આ યોજના સરકારે વર્ષ ૨૦૧૬માં શરૂ કરી હતી. બાંગ્લાદેશ, ભારત, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, થાઇલેન્ડ અને શ્રીલંકાનું બનેલું 'બિમ્સ્ટેક' બે ક્ષેત્રો-દક્ષિણ અને અગ્નિ (દક્ષિણ-પૂર્વ) એશિયાના મિશ્રણ તરીકે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં મહત્ત્વનો વેપાર સમૂહ ઝડપથી બની રહ્યો છે. આસિયાન સભ્યો (થાઇલેન્ડ અને મ્યાનમાર)નો પણ 'બિમ્સ્ટેક'માં સમાવેશ કરાયો છે. 'બિમ્સ્ટેક'નો હેતુ પૂરકતાનું નેટવર્ક વિકસાવવાનો અને વધુ સારા આર્થિક સહકારમાં સુવિધા પૂરી પાડવાનો છે. 'બિમ્સ્ટેક'ની અનોખી બાબત એ છે કે અન્ય એશિયાઈ સમૂહોની સરખામણીએ તેનો બહુ ક્ષેત્રીય અભિગમ છે. ભારત માટે 'બિમ્સ્ટેક'નું મહત્ત્વ તેના કુદરતી મંચ તરીકે 'પડોશી પ્રથમ નીતિ' અને 'પૂર્વ તરફ કામ કરવાની નીતિ' (ઍક્ટ ઇસ્ટ પૉલિસી)ની આપણી મહત્ત્વની વિદેશ નીતિ પ્રાથમિકતા પૂરી કરવા માટે છે. 'બિમ્સ્ટેક'થી ભારત આ ક્ષેત્રમાં ચીનનાં મૂડીરોકાણો (દા.ત. બૅલ્ટ ઍન્ડ રૉડ ઇનિશિએટિવ)નો પ્રતિકાર કરવા પોતાનાં કાર્યો (ઍજન્ડા)ને આગળ વધારી શકે છે અને આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત જોડાણ (કનેક્ટિવિટી) પ્રૉજેક્ટ માટે શ્રેષ્ઠ રીતિ-નીતિ કઈ રીતે અનુસરી શકાય તે દર્શાવવા દે છે. 'સાર્ક' (ક્ષેત્રીય સહકાર માટે દક્ષિણ એશિયાઈ સંઘ) હવે નિષ્ક્રિય બની રહેતાં, 'બિમ્સ્ટેક'ને 'સાર્ક'ના વિકલ્પ તરીકે પણ જોવાય છે.

વર્તમાન આંતરરાષ્ટ્રીય શિખર 'પ્રારંભ' ભારતમાં યુવાન સ્ટાર્ટ અપ આકાંક્ષીઓ અને 'બિમ્સ્ટેક'ના બાકીના દેશોના તેમજ આપણા પડોશી દેશોના આકાંક્ષીઓ દ્વારા પડોશી અર્થતંત્રોમાં પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય તકોને અંકે કરવાની સાચી દિશામાં હશે. ભારતમાં ૧૫-૫૯ વર્ષની વય જૂથની વસતિ ૬૨.૫ ટકા છે જે સતત વધતી જવાની છે અને વર્ષ ૨૦૩૬ આસપાસ તે ચરમે હશે. ત્યારે તે ૬૫ ટકા હશે. આ વસતિનાં ધોરણો ભારતમાં જનસંખ્યાની રીતે જે લાભ છે તે દર્શાવે છે. આ ક્રમ વર્ષ ૨૦૦૫-૦૬માં શરૂ થયો હતો અને વર્ષ ૨૦૫૫-૫૬ સુધી ચાલુ રહેશે. વર્ષ ૨૦૧૮-૧૯ના આર્થિક સર્વેક્ષણ મુજબ, ભારતની જનસંખ્યાનો લાભ વર્ષ ૨૦૪૧ સુધીમાં શિખર પર હશે. ત્યારે ૨૦-૫૯ વર્ષ એટલે કે કામ કરનારા સમૂહનો હિસ્સો જનસંખ્યાના ૫૯ ટકા હશે. ઘરડી થતી જતી દુનિયામાં ભારતમાં સૌથી યુવાન વસતિ પૈકીની એક છે. ભારતની પૂર્વે અને ઈશાન (ઉત્તર-પૂર્વ)માં બાંગ્લાદેશ અને મ્યાનમારમાં માનવ મૂડી સસ્તી છે જ્યારે પશ્ચિમી ભારત, થાઇલેન્ડ અને શ્રીલંકામાં ભારે ઉપભોક્તા આધાર સાથે ઉત્પાદન બજાર છે. નીચો શ્રમ ખર્ચ બાંગ્લાદેશના અર્થતંત્રનો અગત્યનો ચાલક બની રહ્યો છે અને સાથે વધી રહેલા શહેરીકરણ અને મેન્યુફેક્ચરિંગ તેમજ કૃષિ પર આધારની સાથે ઉપભોગ દર વધી રહ્યો છે. તાજેતરનાં વર્ષોમાં ૬,૦૦,૦૦૦ આઈટી ફ્રીલાન્સર સાથે બાંગ્લાદેશ સૌથી મોટા ફ્રીલાન્સિંગ સમુદાય તરીકે ઉભરી આવ્યું છે. આ ક્ષેત્રમાં હવે એવી વસતિ છે જે મોટા પાયે યુવાન છે. આ જ રીતે 'બિમ્સ્ટેક' દેશોનું એક સાથે મળીને, નિર્ભરતાનું પ્રમાણ ઘટ્યું છે. સંયુક્ત રાષ્ટ્રો જનસંખ્યા ભંડોળ (યુએનએફપીએ) મુજબ, વસતિના માળખામાં આ પરિવર્તનથી ઝડપી વિકાસ માટે સંભાવના જાગે છે, પરંતુ તેના માટે કેટલાક સામાજિક સૂચકાંકો સારા હોવા જોઈએ, જેમ કે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારું આરોગ્ય અને શિષ્ટ રોજગાર. આથી વર્તમાન શિખર યુવાન સ્ટાર્ટ અપ અને સાહસિકો માટે આંતરરાષ્ટ્રીય કડીઓ અને જોડાણો સ્થાપિત કરીને સ્ટાર્ટ અપમાં આંતરરાષ્ટ્રીય જોડાણો સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરવા એક તક પૂરી પાડશે. આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટ અપ જોડાણો દ્વારા પરસ્પર વિકાસ માટે દેશોની વચ્ચે માનવ અને મૂડી સંસાધનો સમજવા અને વહેંચવામાં મદદ કરશે.

બીજું, કૉવિડ પછીના યુગમાં, વેપારની યોજનાઓની જેમ, વેપારના માર્ગો અને પૂરવઠા શ્રૃંખલાઓની પુનર્રચના થઈ રહી છે. બહુરાષ્ટ્રીય સાહસો પણ લચીલું અને વિશ્વસનીય પૂરવઠા શ્રૃંખલાઓને વધારવા તેમના મેન્યુફૅક્ચરિંગ આધારને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ રહ્યાં છે. તેથી અનેક પૂરવઠા શ્રૃંખલાઓમાં વૈકલ્પિક ઉત્પાદન સ્થળો માટે માગ વધી રહી છે. આ દિશામાં ભારત તકની એક બારી છે કારણકે વર્તમાન સ્થિતિમાં તેને ચીનના વૈકલ્પિક સ્થાન તરીકે જોવામાં આવી રહ્યું છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોતાં, વધી રહેલી પૂરવઠા શ્રૃંખલા અને હેરફેર (લૉજિસ્ટિક) ક્ષેત્રમાં નવાં સ્ટાર્ટ અપ વિકસે તેવી અપેક્ષા છે.

હવે ભારત વેપારમાં સરળતાના સૂચકાંકમાં આગળ વધ્યું છે અને તેને વિદેશી મૂડીરોકાણનો સ્થિર પ્રવાહ મળી રહ્યો છે. કૉવિડ-૧૯ પછીની સ્થિતિમાં દેશ વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં મહદ અંશે પોતાને સંકલિત કરવા પર ધ્યાન આપી રહ્યો છે. આ શ્રૃંખલાઓએ ભારતના સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય જોડાણોની નવી તક પણ આપી છે.

આજના સમયમાં જોડાણ (કનેક્ટિવિટી)નો અર્થ માત્ર રસ્તા અને રેલવે લાઇન જ નથી થતો, પરંતુ વધુ અગત્યની રીતે, ડિજિટલ જોડાણ (કનેક્ટિવિટી) પણ થાય છે. આપણા લોકો અને ઉદ્યોગને વધુ પહોંચ, વધુ પોસાય તેવું અને ઊંચી ગતિવાળું ઇન્ટરેનેટ અને મોબાઇલ સંચાર પૂરાં પાડવાં આપણાં ડિજિટલ નેટવર્કોને વધુ સંકલિત કરવાની દિશામાં આગળ વધવું પડશે. ડિજિટલ ટૅક્નૉલૉજી જે રીતે ખર્ચાળ માર્ગ બનાવી રહી છે તેનાથી અલગ-અલગ દેશ વચ્ચે વાર્તાલાપનો પ્રકાર બદલાઈ રહ્યો છે અને વેપારમાં સાઇબર સુરક્ષા, માહિતી (ડેટા) સુરક્ષા, સહભાગિતા અને વેપારમાં ટૅક્નૉલૉજીનો ઉપયોગ તેમજ બૌદ્ધિક સંપદા જેવા નવાં ક્ષેત્રોમાં સહકાર પર પ્રકાશ ફેંકી રહી છે. તેનાથી "પ્રારંભ" પરિષદમાં આ દિશામાં નવાં સાહસો માટે માર્ગ મોકળો થવા જઈ રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન આ દિશામાં એક પગલું આગળ છે.

એ સાબિત થઈ ચૂક્યું છે કે ભારતમાં જોશપૂર્ણ સ્ટાર્ટ અપ સંસ્કૃતિ છે. અનેક યુવાન કંપનીઓ મૂલ્યાંકન (વેલ્યૂએશન)માં યુનિકૉર્ન દરજ્જો મેળવી રહી છે. તે પણ અન્ય દેશો અને 'બિમ્સ્ટેક' સાથે તેનો અનુભવ વહેંચવા માટે એક મંચ પૂરો પાડશે અને સામૂહિક રીતે યુવાન મગજની ક્ષમતા અંકે કરી શકાશે. સ્ટાર્ટ અપ પહેલો માટે આકર્ષક સ્થાન તરીકે આપણા ક્ષેત્રને રજૂ કરવા, વર્તમાન આંતરરાષ્ટ્રીય શિખર 'પ્રારંભ' યોગ્ય અને સંચાલક પર્યાવરણ પૂરું પાડશે.

-ડૉ. રાધા રઘુરામ પત્રુની, એમ. એ., ઇકૉનૉમિક્સ, એમ. બી.એ. ઇન્ટ. બિઝ. પીજીડીએફટી., પીએચ.ડી.

વડા : આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ

એસોસિએટ પ્રૉફેસર- *ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ*

ગીતમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ,

ગીતમ (ડીમ્ડ યુનિવર્સિટી), વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.