ગયાઃ માઓવાદી પોલિત બ્યૂરોના સભ્ય પ્રમોદ મિશ્રાએ સ્વીકાર્યુ છે કે બિહારમાં શાળાઓમાં આગચંપી માટે આતંકવાદીઓ જવાબદાર હતા.ગયાની અદાલતમાં હાજર થયેલા 70 વર્ષના માઓવાદી નેતા પ્રમોદ મિશ્રાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે શાળાઓનો ઉપયોગ કેન્દ્રીય સુરક્ષાદળો અને પોલીસના આશ્રય ગૃહ તરીકે કરવામાં આવતો હતો.
પ્રમોદ મિશ્રાનો ખુલાસોઃ પ્રમોદ મિશ્રાએ કબૂલ્યુ કે વર્તમાનમાં માઓવાદી સંગઠન કમજોર પડ્યું છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વિય રાજ્યો સહિત પૂર્વના અનેક રાજ્યોમાં આતંક ફેલાવતા ભાકપા માઓવાદીના પૂર્વ ઝોનલ કમાંડરે જણાવ્યું કે સંદીપ યાદવના મૃત્યુ બાદ સંગઠનને મોટો ઝાટકો લાગ્યો છે.સંદીપને બિહારમાં બડે સરકારના નામથી ઓળખવામાં આવતો હતો.મિશ્રા કહે છે કે બડે સરકારના અવસાનથી સંગઠન સંકટમાં આવી ગયું છે અને અમને આજ સુધી તેનો વિકલ્પ મળ્યો નથી.
નક્સલી પ્રમોદ મિશ્રાની ધરપકડઃ
- ઔરંગાબાદ, ગયા, છપરા અને ધનબાદમાં કુલ 22 કેસ નોંધાયા.
- ઘણા રાજ્યોમાં નક્સલી સંગઠનને વિક્સાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
- એપ્રિલ 2008માં ઝારખંડના ધનબાદથી તેની ધરપકડ કરાઈ.
- બિહારની છપરા જેલમાં 9 વર્ષ જેલવાસ ભોગવ્યો.
- ઓગસ્ટ 2017માં પૂરાવાને અભાવે છપરા કોર્ટે છોડી મૂક્યો.
- પૂરાવાને અભાવે છૂટેલો મિશ્રા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.
ભાજપ અને મોદી સરકાર પર વાકપ્રહારઃ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રમોદ મિશ્રાએ ભાજપ અને મોદી સરકારને ફાસીવાદી ગણાવ્યા હતા.મોદી સરકાર કેટલાક ટોચના કોર્પોરેટ્સ સાથે મળીને ગરીબોનું શોષણ કરી રહી છે. તેણે ઉમેર્યું કે, વાસ્તવિક આઝાદીનો રસ્તો માર્ક્સવાદ, નવા લોકતંત્ર, સમાજવાદ ને સામ્યવાદના સિદ્ધાંતોમાં સમાવિષ્ટ છે.
વિપક્ષ પર પણ ભડક્યો માઓવાદી નેતાઃ માઓવાદી પોલિત બ્યૂરોનો સભ્ય પ્રમોદ મિશ્રાએ વિપક્ષને પણ આડે હાથે લીધું હતું. દેશની સળગતી સમસ્યા પર વિપક્ષ કેમ ચૂપ છે. મણિપુર ભડકે બળી રહ્યું છે ત્યારે વિપક્ષ તેની ભૂમિકા બરાબર ભજવી રહ્યું નથી. પીડિતોનો અવાજ બનવાને બદલે વિપક્ષ ભાજપ સરકારનું સમર્થન કરે છે.
પહેલા અમારૂ સંગઠન શાળાઓને વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેતું હતું કારણ કે, શાળામાં શિક્ષણકાર્યને બદલે કેન્દ્રીય સુરક્ષા દળોને આશરો આપવામાં આવતો હતો. કમ્યુનિસ્ટો જ ફાસિસ્ટોને જવાબ આપશે કારણ કે, સાચા અર્થમાં મુક્તિનો માર્ગ માર્ક્સિઝમ છે. જનતાનું ભવિષ્ય નવા જનવાદ, સમાજવાદ અને સામ્યવાદમાં છે. મૂડીપતિઓનું કોઈ મહત્વ નથી. વર્તમાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં કોઈ અંતર નથી. પ્રમોદ મિશ્રા(ઈસ્ટર્ન રીઝનલ કમાંડર, ભાકપા માઓવાદી)
નક્સલીઓને મોટો ઝાટકોઃ
- સૂત્રો અનુસાર 2017માં જેલથી નીકળ્યા બાદ તે ફરીથી નક્સલી ગતિવિધિઓમાં સક્રિય થઈ ગયો.
- વર્ષ 2006માં પ્રમોદ મિશ્રાનું નામ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટની કંટ્રી રીપોર્ટ્સ ઓન ટેરરિઝમમાં પણ ચમક્યું હતું.
- સંગઠનમાં સોહન દા, શુક્લા જી, કન્હૈયા, જગન ભારતી જી, નૂર બાબા, બીબી જી, અગ્નિ ઔર બાણ બિહારી જેવા નામોથી તે ઓળખાતો હતો.
- બે વર્ષ પહેલા ગયામાં એક પરિવારના ચાર લોકોને નક્સલીઓએ બાતમી આપવાનો આરોપ લગાડીને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા.
- બિહારના ઔરંગાબાદ જિલ્લાના રફીગંજ થાનાના કસમા ગામનો રહેવાસી છે.
કોણ છે નક્સલી પ્રમોદ મિશ્રાઃ આપને જણાવી દઈએ કે ગયા જિલ્લાના ટિકારી થાના વિસ્તારમાંથી પ્રમોદ મિશ્રા અને તેના સહયોગી અનિલ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ એ જ માઓવાદી પ્રમોદ મિશ્રા છે જેને ચાર લોકોને ફાંસીના માંચડે લટકાવીને હત્યા કરી દીધી હતી. મિશ્રાના આતંકનો અંદાજ એના પર 1 કરોડના ઈનામ જાહેર કરવાના પ્રસ્તાવ પરથી આવી શકે છે.પ્રમોદ મિશ્રા વિરૂદ્ધ બિહાર, ઝારખંડ સહિત અન્ય ઘણા રાજ્યોમાં નક્સલી હુમલા સંદર્ભે એફઆરઆઈ દાખલ થયેલી છે.
કેવી રીતે થઈ પ્રમોદ મિશ્રાની ધરપકડઃ સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી કે પ્રમોદ મિશ્રા ગયા જિલ્લાના કોચ થાના વિસ્તારમાં કુડરહી ગામે આવેલ છે.આ સૂચનાને આધારે કુડરહી ગામમાં ઘેરાબંધી કરવામાં આવી હતી. જ્યાં સુરશ્રા દળોએ મિશ્રાની ધરપકડ કરી હતી. તેના સહયોગી અનિલ ઉર્ફે લવકુશને પણ ઝડપી લેવાયો.આ ધરપકડનું ઓપરેશન દિલ્હીની આઈબી ટીમ, એસટીએફ, એસએસબી 29 ગયા અને જિલ્લા પોલીસની ટીમે સાથે મળીને પાર પાડ્યું.
1970થી નક્સલી સંગઠનોમાં સક્રિય હતો પ્રમોદ મિશ્રાઃ પ્રમોદ મિશ્રાની ધરપકડ બાદ એસએસપી આશીષ ભારતીએ જણાવ્યું કે મુખ્ય નક્સલી નેતા પ્રમોદ મિશ્રા 1970થી જુદા જુદા નક્સલી સંગઠનો સાથે સંકળાયેલ હતો. આ ભાકપા માઓવાદીની સેન્ટ્રલ કમિટિનો પ્રમુખ લીડર છે. તેમજ તે ઈસ્ટર્ન મેમ્બર બ્યૂરો ચીફ છે. તે સેંકડો નક્સલી હુમલાઓ સાથે સંકળાયેલો છે. તે નક્સલી સંગઠનને પુનઃજીવિત કરવાની કોશિષમાં લાગેલો હતો. તેની ધરપકડથી હવે બિહારમાં નક્સલીઓની ગતિવિધિઓ પર પૂર્ણવિરામ લાગી જશે.