ETV Bharat / bharat

Pornography Case: બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી, જામીન અરજી પર 25 ઓગસ્ટે થશે સુનાવણી - પોર્નોગ્રાફી કેસ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ પોર્નોગ્રાફી ફિલ્મો (Pornography Case) બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) રાજ કુન્દ્રાને (Raj Kundra) વચગાળાની રાહત આપી છે. હવે આ આગોતરા જામીન અરજી પર 25 ઓગસ્ટે (બુધવારે) સુનાવણી થશે.

Pornography Case: બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી, જામીન અરજી પર 25 ઓગસ્ટે થશે સુનાવણી

author img

By

Published : Aug 18, 2021, 3:14 PM IST

  • પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટે આપી રાહત
  • બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી
  • આ કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે

હૈદરાબાદઃ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. જોકે, હવે આ આગોતરા જામીન અરજી પર 25 ઓગસ્ટે સુનાવણી થશે. ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી. તે દરમિયાન 11 અન્ય લોકો પર પણ પોલીસે તંજ કસ્યો હતો. સેશન્સ કોર્ટની તરફથી ધરપકડ પહેલા જામીન અરજી રદ થયા પછી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો- Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ

એજન્સીએ આપી હતી જાણકારી

મુંબઈ સાઈબર પોલીસ તરફથી નોંધાયેલા મામલામાં બોમ્બે હાઈકોર્ટે કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. ફરિયાદમાં તેની સામે વેબ સિરીઝના રૂપમાં ઓનલાઈન પ્લેટફોર્મસ પર અશ્લિલ વીડિયો અપલોડ કરવાનો આરોપ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તરફથી પોર્નોગ્રાફી કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે કુન્દ્રાને મુખ્ય ષડયંત્રકારી માન્યો છે.

ફેબ્રુઆરીમાં નોંધાયો હતો કેસ

આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાન્ચે અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર રિલીઝ કરવાનો એક દાખલ કર્યો હતો. કેસ નોંધાયા પછીથી પોલીસે અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો- શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો

પોલીસે અન્ય 10 લોકોની પણ કરી હતી ધરપકડ

પોલીસના મતે, મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામની શોધમાં આવતી જરૂરિયાતમંદ છોકરીઓને મોટી ફિલ્મોમાં રોલ અપાવવાના નામ પર ફસાવવામાં આવતી હતી. દરેક અઠવાડિયે એક ફિલ્મ રિલીઝ કરવામાં આવતી હતી. આ પહેલી વખત નથીં જ્યારે રાજ કુન્દ્રાનું નામ કોઈ વિવાદમાં આવ્યું છે. IPL ફિક્સિંગથી લઈને અંડરવર્લ્ડ સાથે ડિલ સુધી અનેક વિવાદોમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું છે. આ કેસમાં રાજ કુન્દ્રા સિવાય અન્ય 10 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જોન રેયાન, યાસમીન ખાન ઉર્ફે યાસમીન ખાસનવીસ, પ્રતિભા નાલાવડે, મોનુ જોશી, ભાનુ સૂર્યમ ઠાકુર, મોહમ્મદ સૈફી, વંદના તિવારી ઉર્ફે ગહના વશિષ્ઠ, ઉમેશ કામત, દિપાંકર ખાસનવીસ, તનવીર હાશ્મીનું નામ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.