ETV Bharat / bharat

World Diabetes Day 2023 : જાહેર જનતા જોગ ખુશખબર, આજથી દિલ્હી AIIMS માં નિઃશુલ્ક ઈન્સ્યુલિન મળશે - ઇન્સ્યુલિનના ઇન્જેક્શનને કેવી રીતે જાળવી શકાય

વિશ્વ ડાયાબિટીસ દિવસના અવસર પર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે દિલ્હીની AIIMS દ્વારા ડાયાબિટીસથી પીડિત ગરીબ દર્દીઓને મોટી રાહત આપી છે. એઈમ્સની કોઈપણ OPD માં ઈન્સ્યુલિનની નિઃશુલ્ક સુવિધા શરૂ કરવામાં આવી છે. ગરીબ દર્દીઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર એક મહિનાનો ઇન્સ્યુલિનનો ડોઝ નિઃશુલ્ક આપવામાં આવશે.

World Diabetes Day 2023
World Diabetes Day 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 5:55 PM IST

નવી દિલ્હી : 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના રોજ દેશની સૌથી મોટી હોસ્પિટલ AIIMSમાં ડાયાબિટીસથી પીડિત દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન નિઃશુલ્ક મળવા લાગ્યા છે. AIIMS ના ડિરેક્ટર પ્રોફેસર એમ. શ્રીનિવાસે મંગળવારના રોજ ન્યૂ રાજકુમારી અમૃત કૌર OPD પરિસરમાં આ નવી સુવિધાનું ઉદઘાટન કર્યું હતું. આ સુવિધા એવા જરૂરીયાતમંદ દર્દીઓ માટે છે જેઓ મોંઘા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખરીદી શકતા નથી. ઉપરાંત તેમને નિયમિતપણે આ ઈન્જેક્શન લેવાનું હોય છે.

નિશુલ્ક ઈન્સ્યુલિન ડોઝ : એઇમ્સની કોઈપણ OPD માં દર્દીને ડોક્ટર દ્વારા સૂચવવામાં આવે તો નિશુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં આવશે. આ માટે અમૃત ફાર્મસીએ AIIMS કેમ્પસમાં બે નવા સુવિધા કેન્દ્રો શરૂ કર્યા છે. આ સુવિધા કેન્દ્ર ન્યૂ રાજકુમારી અમૃત કૌર OPD બિલ્ડીંગ સંકુલમાં છે. આ સુવિધા કેન્દ્રથી કોઈપણ દર્દી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવીને દરરોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ઇન્સ્યુલિન ઇન્જેક્શન ફ્રીમાં લઈ શકે છે. આ ઉપરાંત ઈન્સ્યુલિન ડિસ્ટ્રીબ્યૂશન કાઉન્ટર દર્દીઓની સુવિધા અનુસાર હિન્દી અને અંગ્રેજીમાં મૌખિક અને લેખિત સૂચનો પણ આપશે.

જરૂરી સલાહ પણ મળશે : ઉપરાંત ઇન્સ્યુલિનના ઇન્જેક્શનને કેવી રીતે જાળવી શકાય તે અંગે પણ સલાહ આપશે. ખાસ કરીને જે દર્દીઓને AIIMS સુધી લાંબા અંતરની મુસાફરી કરીને આવવું પડે છે અથવા જેઓ દૂરના સ્થળથી આવે છે તેમના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનનો સંગ્રહ કેવી રીતે કરવો તે જાણવું મહત્વનું છે. આવા દર્દીઓને ઈન્સ્યુલિન વિતરણ કેન્દ્રમાંથી જ આઈસ પેક સાથે સારી રીતે પેક કરીને ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં આવશે. જેથી ઇન્જેક્શન માટે નિયત ધોરણ મુજબ તાપમાન જળવાઈ રહે.

કેટલા ડોઝ મળશે ? શરૂઆતમાં દર્દીને એક મહિનાનો ડોઝ આપવામાં આવશે. પ્રિસ્ક્રિપ્શન આપનાર ચિકિત્સક ઉલ્લેખ કરશે કે તે દર્દીને કોઈ શીશીઓ આપવામાં આવશે નહીં અને કેન્દ્ર તેઓને તે શીશી પ્રદાન કરશે. શરૂઆતમાં ઇન્સ્યુલિનની શીશીઓ એક મહિનાના સારવાર સમયગાળા માટે આપવામાં આવશે, ત્યારબાદ સમયગાળાને ત્રણ મહિના સુધી લંબાવવામાં આવશે.

  1. Gujarat Government: ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારે 8 યાત્રાધામ માટે એડવાઇઝરી આપી, સીસીટીવી સર્વેલન્સ માટે શું કહ્યું જૂઓ
  2. World Diabetes Day 2021: ડાયાબિટીસથી કઈ રીતે બચવું તે અંગે નિષ્ણાત ડોક્ટરે શું કહ્યું? જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.