એર્નાકુલમ(કેરળ): જ્યારે દેશભરમાં પોલીસકર્મીઓની તેમની ઉદ્ધતાઈ અને લોકોને હેન્ડલ કરવાની અસંસ્કારી રીતો માટે ટીકા થઈ રહી છે, ત્યારે એર્નાકુલમના પેરુમ્બાવૂર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા(Policemen turn baby sitters ) કેટલાક પોલીસકર્મીઓ તેમના દયાળુ કૃત્યો માટે ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે. આ પોલીસકર્મીઓ વિચિત્ર પરિસ્થિતિમાં બેબીસિટર બન્યા હતા અને તેઓ આઠ મહિનાના બાળકને અને બીજા દોઢ વર્ષના બાળકને બોટલથી દુધ પીવડાવતા હોવાનો વીડિયો હવે વાયરલ થયો છે.
નોકરી કે આવક નથી: નશાખોર યુવકે બાળકોને પોલીસ સ્ટેશનમાં ઉતારી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં પોલીસ સકંજામાં આવી ગયો હતો. જ્યારે પોલીસકર્મીઓનું એક જૂથ તેની પાછળ દોડ્યું હતુ અને તેને પકડ્યો હતો, ત્યારે અન્ય લોકો બાળકોની સંભાળ લેતા હતા અને બાળકોને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ યુવકને સ્ટેશન પર લાવી ત્યારે તેણે જોરથી રડવાનું શરૂ કર્યું, રડતા રડતા તેણે પોલીસને કહ્યું કે, તેની પત્ની તેને બાળકો સાથે છોડી ગઈ છે, અને તે નાના બાળકોની સંભાળ રાખી શકતો નથી. (bootle feed and rock babies to sleep)તેમજ બાળકોની સંભાળ રાખવા માટે તેની પાસે નોકરી કે આવક નથી.
બાળ કલ્યાણ સમિતિ: પછી કેટલાક પોલીસકર્મીઓ તેને તેના નિવાસસ્થાને લઈ ગયા, જ્યારે અન્ય લોકોએ બાળકોની સંભાળ લીધી, તેમને ખવડાવી અને તેમને સુવાડ્યા હતા. યુવકની સાથે તેના ઘરે ગયેલા પોલીસકર્મીઓને ખબર પડી કે તે જે બોલે તે સાચુ બોલે છે. યુવક બાળકોની સંભાળ લઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાનું સમજીને બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જો યુવકના કોઈ નજીકના સંબંધીઓ બાળકોની સંભાળ લેવા માટે આગળ આવશે તો બાળકોને તેમને સોંપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આ પોલીસકર્મીઓની દયાની પ્રશંસા થઈ રહી છે