- ASI શ્યામલાલ સુખવાલ ભેંસની ચોરીના કેસમાં તપાસ કરવા ગયો હતો
- ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- એક મહિલાએ ASI પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો
ચિત્તોડગઢ : ચંદેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોસુંડા પોલીસચોકીનો ASI શ્યામલાલ સુખવાલ સોમવારે ગદરીવાસમાં ગામમાં ભેંસની ચોરીના કેસમાં તપાસ કરવા ગયો હતો. અહીં ગ્રામજનો અને ફરિયાદીના પરિવારજનોએ ASIને ઝાડ સાથે બાંધીને બંધક બનાવ્યો હતો. જે પરિવારની ભેંસ ચોરી થઇ હતી, તેજ પરિવારની એક મહિલાએ ASI પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઝાડ સાથે બંધાયેલા ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ સમાચાર મળતાની સાથે જ ચાંદેરિયા પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ જોશી ગદરીવાસમાં પહોંચ્યા હતા અને શ્યામલાલને છોડાવ્યો હતો. સોમવારે મહિલા તેના પરિવારના સભ્યો સાથે ચાંદેરિયા પોલીસ સ્ટેશન પહોંચી અને ASI શ્યામલાલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વડનગરમાં યુવકે વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
બંધક બનાવી અને હુમલો કર્યાનો આરોપ
ASIએ મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ નાખવા, બંધક બનાવવા અને હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી કેસ નોંધ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શાહના ખાનમને સુપરત કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલા નાયબ પોલીસ અધિક્ષકને આરોપી મહિલા અને ASI શ્યામલાલનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. સોમવારે રાત્રે ASI શ્યામલાલને લાઇન પર બેસાડવામાં આવ્યા હતા જેથી આ કેસમાં તપાસ પ્રભાવિત ન થાય.
આ પણ વાંચો : 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં