ETV Bharat / bharat

કોરોના કાળ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર બાંગ્લાદેશ જશે વડાપ્રધાન મોદી - બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ હસીના

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નિમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે. કોવિડ મહામારી બાદ વડાપ્રધાનનો બાંગ્લાદેશ પ્રવાસ પ્રથમ વિદેશ દેશ સાથેની મુલાકાત હશે.

PM NARENDRA MODI
PM NARENDRA MODI
author img

By

Published : Mar 17, 2021, 7:00 AM IST

  • કોરોના કાળ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર જશે વડાપ્રધાન મોદી
  • વડાપ્રધાન મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે
  • બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નિમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે.

વડાપ્રધાને છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી

આમાં મુજીબ બોરશો, શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ અને બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધના 50 વર્ષનાં સંસ્મરણો શામેલ છે. વડાપ્રધાને છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સન્માનિત મહેમાન તરીકે હાજરી આપશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા 'મૈત્રી સેતુ' નું આજે ઉદ્ઘાટન કરશે

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરશે

વડાપ્રધાનના કાર્યક્રમમાં વડાપ્રધાન શેખ હસિના સાથે દ્વિપક્ષીય વિચાર-વિમર્શ કરવા સિવાય બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મો.અબ્દુલ હામિદનું આહ્વાન પણ શામેલ છે. બાંગ્લાદેશના વિદેશપ્રધાન અબ્દુલ મોમન સાથે પણ વડાપ્રધાન મુલાકાત કરશે.

વડાપ્રધાન મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે

આ પ્રાથમિકતા ભારતને બાંગ્લાદેશ સાથે જોડે છે. મતભેદો છતાં બન્ને દેશો વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના અમલીકરણ અને સતત સંવાદ દ્વારા લાંબા ગાળાની મિત્રતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના વધતા કેસો અંતર્ગત વડાપ્રધાન મોદીએ બોલાવી મુખ્યપ્રધાનોની બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.