- ફરી એકવાર આસામમાં NDA સરકાર: વડાપ્રધાન મોદી
- મતદાનના 2 તબક્કા બાદ તામુલપુર આસામમાં વડાપ્રધાન
- NDAએ છેલ્લા 5 વર્ષમાં આસામના લોકોને ડબલ લાભ આપ્યો
તામુલપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડબલ એન્જિનની NDA સરકાર આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને આસામના તામુલપુરમાં કહ્યું હતું કે, 'મારા રાજકીય અનુભવના આધારે, લોકોની પ્રેમભરી ભાષા, લોકોના આશીર્વાદની તાકાત પર કહું છું કે, ફરી એકવાર તમે આસામમાં NDA સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે.'
આ પણ વાંચો: હારને સામે જોતા મમતા બેનરજી બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું વિચારે છેઃ જે. પી. નડ્ડા
આસામના લોકોને સહન થશે નહી: મોદી
તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો અસમની ઓળખનું વારંવાર અપમાન કરે છે, અહીંના લોકોને એ સહન થશે નહી. જેમણે દાયકાઓથી અસમને હિંસા અને અસ્થિરતા આપી છે, હવે તે એક પળ પણ સ્વીકારશે નહીં. આસામના લોકો વિકાસ, સ્થિરતા, શાંતિ, ભાઈચારા સાથે છે. મતદાનના 2 તબક્કા પછી, મને આજે તામુલપુરમાં તમને જોવાની તક મળી છે. આ બન્ને તબક્કા પછી ફરી એકવાર આસામમાં NDAની સરકાર, આ લોકોએ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: આસામ વિધાનસભા ચૂંટણી : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
મહિલાઓનું જીવન સરળ બન્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, NDAની ડબલ એન્જિન સરકારે છેલ્લા 5 વર્ષમાં આસામના લોકોને ડબલ લાભ આપ્યો છે. વિકાસ થઈ રહ્યો છે, કનેક્ટિવિટી સુધરી રહી છે, મહિલાઓનું જીવન સરળ બની રહ્યું છે અને યુવાનો માટે તક વધી રહી છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ કેન્દ્ર સરકાર કોઈ યોજના બનાવે છે ત્યારે તે દરેક લોકો માટે, દરેક ક્ષેત્રના લોકો માટે, દરેક વર્ગના લોકો માટે બનાવે છે. અમે ભેદભાવ અને પક્ષપાત વિના આ યોજનાનો લાભ આપવા માટે સખત મહેનત કરીએ છીએ.