- " class="align-text-top noRightClick twitterSection" data="">
નવી દિલ્હી : PM મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસનું લોકાર્પણ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ કરવામાં આવેલી ફેરી સર્વિસથી બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધશે. વેપારમાં ગતિ આવશે અને લાંબા સમયથી સ્થપાયેલા સંબંધો મજબૂત થશે. શિપિંગ, જળમાર્ગ અને આયુષપ્રધાન સર્બાનંદ સોનોવાલે તામિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલી ઝંડી આપી હતી. વિદેશપ્રધાને આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
-
Prime Minister @narendramodi addresses launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka
— PIB India (@PIB_India) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India and Sri Lanka are embarking on a new chapter in diplomatic and economic relations, says the Prime Minister
Read here: https://t.co/CvLBOrLmkj
">Prime Minister @narendramodi addresses launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka
— PIB India (@PIB_India) October 14, 2023
India and Sri Lanka are embarking on a new chapter in diplomatic and economic relations, says the Prime Minister
Read here: https://t.co/CvLBOrLmkjPrime Minister @narendramodi addresses launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka
— PIB India (@PIB_India) October 14, 2023
India and Sri Lanka are embarking on a new chapter in diplomatic and economic relations, says the Prime Minister
Read here: https://t.co/CvLBOrLmkj
ભારત-શ્રીલંકા ફેરી સર્વિસ : ભારતના તમિલનાડુના નાગાપટ્ટિનમથી શ્રીલંકા સુધીની ફેરી સર્વિસને ફ્લેગ ઓફ કરવાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી માટે વિઝન શેર કર્યું અને બંનેએ સંયુક્ત રીતે સ્વીકાર્યું હતું. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારશે, વેપારને વેગ આપશે અને લાંબા ગાળાના સંબંધોને મજબૂત કરશે.
ફેરી સર્વિસનું લોકાર્પણ : PM મોદીએ વધુમાં કહ્યું કે, કનેક્ટિવિટી આ ભાગીદારીની મુખ્ય થીમ છે. મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીએ તેમના ગીત સિંધુ નદી મિસાઈમાં આપણા બે દેશો ભારત અને શ્રીલંકાને જોડતા પુલની વાત કરી હતી. આ ફેરી સેવા તે તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોને જીવંત બનાવે છે. કનેક્ટિવિટી માટેનું અમારું વિઝન ટ્રાન્સપોર્ટેશન સેક્ટરથી આગળ છે. ભારત અને શ્રીલંકા ફિનટેક અને ઉર્જા જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં નજીકથી સહયોગ કરે છે.