- નવા વર્ષની શરૂઆતમાં દેશની જનતા વડાપ્રધાન તરફથી ભેટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 રાજ્યમા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યો શિલાન્યાસ
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો શિલાન્યાસ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વીડિયો કોન્ફરન્સના માધ્મથી પીએમ મોદીએ લાઈટ હાઉસની જનતાને ભેટ આપી છે.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો શિલાન્યાસ
પીએમઓ તરફથી જાહેર થયેલા નિવેદન મુજબ વીડિયો કોન્ફરન્સથી આયોજીત આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન આશા ઈન્ડિયા એટલે કે અફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સેલરેટરના વિજેતાઓની ઘોષણા પણ કરશે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ઉત્કૃષ્ટત અમલ બદલ વાર્ષિક પુરસ્કાર પણ આપશે.
6 રાજ્યોના મુખ્યપ્રધાન પણ જોડાયા
આ કાર્યક્રમ દરમિયાન મોદી નવપ્રવર્તક નિર્માણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવા પાઠયક્રમની પણ શરૂઆત કરશે. આ પાઠયક્રમનું નામ નવારિતિહ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદિપ સિંહ પુરી સિવાય ત્રિપુરા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન પણ સામેલ થયા હતાં.
કેન્દ્રિય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયએ જીએચટીસી-ઈન્ડિયા હેઠળ દેશના 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિર્માણ કરવું કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક પડકાર છે.