ETV Bharat / bharat

Pm Modi Gujarat Visits Live Update : વડાપ્રધાન મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

author img

By

Published : Apr 18, 2022, 3:44 PM IST

Updated : Apr 18, 2022, 8:20 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગાંધીનગર ખાતે આવેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જીતુ વાધાણી દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. આજે 18 તારીખથી 20 એપ્રિલ સુધી પોતાના વતન ગુજરાતમાં આવ્યા છે(Modi on a three-day visit to Gujarat). આ ત્રણ દિવસની મુલાકાતને ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે ખાસ ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારની મુલાકાત લેશે અને વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ તેમજ વિવિધ જગ્યાઓના ઉદ્ધાટન(Modi will inaugurate in Gujarat) કાર્યક્રમમાં હાજરી આપશે.

Pm Narendra Modi Gujarat Visits Live Update

અમદાવાદ : PM મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર તરફ જવા થયા રવાના, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યપ્રધાન, DGP, અમદાવાદ કલેક્ટર, સ્વાગત માટે પહોંચ્યા હતા. PMનું સ્વાગત કરવા માટે થઈને તમામ લોકો પણ પહોચ્યા હતા. PMને આવકારવા CR પાટીલ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ.

  • ગાંધીનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ તમામ બાબતોનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. pic.twitter.com/TnKsDZD1f8

    — BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે, તારીખ 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે(Modi on a three-day visit to Gujarat) આવ્યા છે. આજે સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.(Complete program of Modi's Gujarat tour) આવતી કાલે 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. તેજ દિવસે લગભગ 3:30 કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે, ત્યાર બાદ બપોરે લગભગ 3:30 કલાકે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે - વડાપ્રધાન મોદી આજે સાંજે લગભગ 6 કલાકે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં મદદ અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોનું કેન્દ્રીયકૃત સમુચિત અને સમયાંતર મૂલ્યાંકન કરે છે.

(અપડેટ ચાલું છે...)

Last Updated : Apr 18, 2022, 8:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.