છપરાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈના મુખે માત્ર રામલલા અને અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠાની વાત સંભળાઈ રહી છે. એવામાં બિહારના છપરાની રહેવાસી સ્વાતિનું ગીત 'રામ આયેંગે તો અંગના સજાઉંગી' એટલું વાયરલ થઈ રહ્યું છે કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ટ્વિટ કર્યું છે. પીએમના ટ્વીટ પર જ આ ગીતને 15 લાખથી વધુ લોકોએ જોઈ લીધું છે. આ ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પર પણ આ ગીત ખુબ સાંભળવામાં આવી રહ્યું છે. લોકો તેમના મધુર અવાજની પણ પ્રશંસા કરી રહ્યા છે. PM એ સ્વાતિ મિશ્રાના રામભજનની પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતિ મિશ્રાના આ ગીતને ટ્વીટ કરતા લખ્યું છે કે, "શ્રી રામ લલાને આવકારવા માટેનું સ્વાતિ મિશ્રાજીનું આ ભજન મંત્રમુગ્ધ કરનારૂં છે...'' વડાપ્રધાન મોદીએ સ્વાતિના મધુર અવાજની પણ પ્રશંસા કરી હતી. આ ભજનગીતમાં સ્વાતિએ 'મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે' એવા મખમલી અવાજમાં ગાયું છે કે સતત સાંભળવાનું મન થયાં જ કરે છે.
-
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024
'રામ આયેંગે તો અંગના સજાઉંગી..': જ્યારે આ ગીતને લઈને સ્વાતિ મિશ્રા સાથે વાત કરી તો તેણે કહ્યું કે, 'રામ આયેંગે તો આંગના સજાઉંગી' આ એક સંતનું ગાયેલું ગીત છે જેને મે મારો અવાજ આપ્યો છે. આજે આ ગીત એટલું સુપરહિટ થયું છે કે મારા લાખો ફોલોઅર્સ છે. લોકો લોકપ્રિયતા માટે ભોજપુરીમાં અશ્લીલતાનો આશરો લે છે પરંતુ હું માનું છું કે ભોજપુરીમાં તેનું કોઈ મહત્વ નથી. જે લોકો આવું કરે છે તે રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા માટે કરે છે, જે ખોટું છે. આ એવી ભાષા છે અને જો તેમાં ભક્તિરસ હોય તો ભોજપુરી પણ પ્રેમની મધુર ભાષા છે. ભોજપુરીમાં ભજન ગાવાનો પોતાનો એક અનોખો આનંદ છે. છપરા જેવા નાનકડા ગામમાંથી આજે મુંબઈ પહોંચેલી સ્વાતિ મિશ્રાએ કહ્યું કે, સારું લાગે છે કે જ્યારે મારા જિલ્લાનું, મારા રાજ્યનું નામ રોશન થયું છે. " હું ઈચ્છું છું કે દરેક ઉભરતા ગાયક જે સંગીતની દુનિયામાં પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે લગન અને શીખવાનો પ્રયાસ કરે. તેનાથી જ તેઓ આગળ વધી શકશે,
સ્વાતિના પિતા દીકરીનું સફળતાથી ખુશ: દીકરી સ્વાતીની સફળતાથી તેના પિતા પણ ખુશખુશાલ છેઃ સ્વાતિના પિતા રાજેશ મિશ્રા તેમની પુત્રીની આ સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, "આજે મારી પુત્રી છપરા છોડીને મુંબઈમાં સંગીતની દુનિયામાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હું તેણીને તેની સફળતા માટે અભિનંદન આપું છું.''
કોણ છે સ્વાતિ મિશ્રાઃ સ્વાતિ મિશ્રા ગાયિકા છે અને યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. સંગીતના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. સ્વાતિ છપરા શહેરના માલા ગામની રહેવાસી છે. તેણે અહીંથી જ અભ્યાસ કર્યો. જય પ્રકાશ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેણે ગુરુ રામ પ્રકાશ પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું અને પછી બનારસમાં સંગીતનો અભ્યાસ કર્યો. હાલમાં તે મુંબઈમાં સંગીતનો અભ્યાસ કરી રહી છે. રામ આયેંગે તો અંગના સજાઉંગી તેનું લોકપ્રિય ગીત છે. આ દરમિયાન સ્વાતિનું બીજું ગીત આવ્યું છે જેમાં ભજન 'દીપક પ્રગટાવો, મંગલ ગાઓ, અવધ કો ખૂબ સજાઓ સજાવો'ને પણ લાખો વ્યુઝ મળ્યા છે.