- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે દિલ્હીમાં 2 સંરક્ષણ કાર્યાલય પરિસરોનું કરશે ઉદ્ઘાટન
- આ કાર્યાલય પરિસરોમાં 7,000 અધિકારી માટે પણ કાર્ય કરવાની જગ્યા ઉપલબ્ધ હશે
- નવા સંરક્ષણ કાર્યાલય પરિસરોમાં સેના, નેવી અને વાયુ સેના સહિત સંરક્ષણ મંત્રાલયોના અધિકારીઓ તેમ જ સશસ્ત્ર બળોના કરશે કામ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં આવેલા સંરક્ષણ કાર્યાલય પરિસરોનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયે (PMO) આપી હતી. PMOએ કહ્યું હતું કે, વડાપ્રધાન સંરક્ષણ કાર્યાલય પરિસર, આફ્રિકા એવન્યુની મુલાકાત કરશે અને સેના, નેવી અને વાયુ સેના તથા સિવિલ અધિકારીઓની સાથે વાતચીત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ઉપસ્થિત જન સમુદાયને પણ સંબોધિત કરશે.
આ પણ વાંચો- ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ
આ ભવન આધુનિક, સુરક્ષિત અને ઓપરેશનલ યોગ્ય કાર્યસ્થાન પૂરું પાડશે
આ ઉદ્ઘાટન સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આવાસ અને શહેરી કાર્ય પ્રધાન હરદિપસિંહ પુરી, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ, આવાસ અને શહેરી કાર્ય રાજ્યપ્રધાન કૌશલ કિશોર, પ્રમુખ સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપીન રાવત (CDS) અને સશસ્ત્ર બળોના પ્રમુખ સામેલ થશે. PMOએ કહ્યું હતું કે, આ ભવન આધુનિક, સુરક્ષિત અને ઓપરેશનલ યોગ્ય કાર્યસ્થાન પૂરું પાડશે. ભવન સંચાલનના મેનેજમેન્ટ માટે એક એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે બંને ભવનોની સુરક્ષા અને દેખરેખની પણ પૂરી જવાબદારીનું નિર્વહન કરશે.
આ પણ વાંચો- PM મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ, કલ્યાણ સિંહને કર્યા યાદ
આ ભવન પર્યાવરણની અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહ આપે છે
નવા સંરક્ષા કાર્યાલય પરિસર વ્યાપક સુરક્ષા મેનેજમેન્ટ ઉપાયો સાથે અત્યાધુનિક અને ઉર્જા કુશળ છે. આ ઈમારતોની મુખ્ય વિશેષતાઓમાં એક છે - નિર્માણમાં નવી અને ટકાઉ નિર્માણ ટેક્નિક, એલજીએસએફ (લાઈડ ગેઝ સ્ટિલ ફ્રેમ)નો ઉપયોગ. PMOએ કહ્યું હતું કે, આ ટેક્નિકનું કારણ પરંપરાગત આરસીસી નિર્માણની તુલનામાં નિર્માણ સમય 24-30 મહિના ઓછા થઈ ગયા. બિલ્ડિંગ રિસોર્સ એફિશિયન્ટ ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને પર્યાવરણની અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.