ETV Bharat / bharat

વારાણસીમાં વડાપ્રધાન: PM મોદીના કાફલા પર પુષ્પ વર્ષા, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદી આજે પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીની બે દિવસીય મુલાકાતે આવ્યાં છે. PM નરેન્દ્ર મોદી એરફોર્સના વિશેષ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતાં. અહીંથી છોટા કટિંગ ગ્રાઉન્ડ માટે તેઓ રવાના થયા ત્યારે PM મોદીના કાફલા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, જ્યારે ઘણી જગ્યાઓ પર પુષ્પવર્ષા સાથે ઢોલ-નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાન મોદી આજે વારાણસીના બે દિવસીય પ્રવાસે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 3:35 PM IST

Updated : Dec 17, 2023, 3:47 PM IST

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. PM નરેન્દ્ર મોદી એરફોર્સના વિશેષ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતાં. અહીંથી છોટા કટિંગ ગ્રાઉન્ડ માટે રવાના થયા છે. PM મોદીના કાફલા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી જ્યારે ઘણી જગ્યાઓ પર પુષ્પવર્ષા સાથે ઢોલ-નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વારાણસીમાં વડાપ્રધાન: PM નરેન્દ્ર મોદી એરફોર્સના વિશેષ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી છોટા કટિંગ ગ્રાઉન્ડ માટે રવાના થયા હતાં. વડાપ્રધાનના કાર્યક્રમને જોતા સીએમ યોગીની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ પહોંચ્યા હતાં. એરપોર્ટથી બહાર આવ્યા બાદ પીએમ મોદીના કાફલા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. એક નાના રોડ શો તરીકે ત્યાંથી પીએમ મોદીનો કાફલો નાના કટીંગ ગ્રાઉન્ડ તરફ આગળ વધ્યો હતો.

બે દિવસ વારાણસીના પ્રવાસે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય વારાણસીની મુલાકાતે આવ્યાં છે. અહીં તેઓ અનેક યોજનાઓની ભેટ આપવાની સાથે કાશી તમિલ સંગમમ પાર્ટ-2નું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન મોદીનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક વિશેષ ભેટ આપીને કરશે. જે લાકડાની કળાથી તૈયાર કરાયેલ સુંદર ઉપહાર હશે, આ ભેેટ કાશીના કારીગરોએ ખાસ વડાપ્રધાન માટે બનાવી છે. આ ભેટ દ્વારા જ્યાં એક તરફ ઉત્તર અને દક્ષિણના સંગમની સુંદર ઝલક જોવા મળશે, તો બીજી તરફ કાશીના કારીગરોની અદભૂત કારીગરી પણ જોવા મળશે.

પીએમ મોદીને અપાશે ખાસ ભેટ: વડાપ્રધાન મોદી આજે સાંજે 5 કલાકે નમો ઘાટ પહોંચશે. અહીં તેઓ કાશી તમિલ સંગમમ પાર્ટ ટૂનો પ્રારંભ કરશે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાર્થક બનાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમણે એક વિશેષ ભેટ આપશે. આ ભેટને કાશીના કાષ્ટ કળાના કારીગરોએ તૈયાર કરી છે. આ ભેટની વાત કરીએ તો આ એક પ્રકારની મોમેન્ટો છે, જેમાં શિવ શક્તિનો સંગમ તૈયાર કરવામાં આવ્યો છે.

ભેટની ખાસીયત: કારીગરોએ વિશ્વનાથ ધામ અને મીનાક્ષી મંદિરના શિખર પર સુંદર કોતરણી કરી છે. જેને તૈયાર કરનાર કારીગરોનું કહેવું છે કે, આ સ્મૃતિચિહ્ન લગભગ 10 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી પહેલા લાકડાના બોક્સનો આધાર બનાવવામાં આવ્યો છે, જેમાં એક તરફ બાબા વિશ્વનાથના સુવર્ણ શિખર અને બીજી તરફ દક્ષિણના મીનાક્ષી મંદિરના શિખરને એકસાથે રાખવામાં આવ્યા છે. લાકડામાંથી બનેલા બોક્સ પર આગળના ભાગમાં અંગ્રેજી અને તમિલ ભાષામાં કાશી તમિલ સંગમમ લખેલું છે. કારીગરોએ કહ્યું કે, અમને ખૂબ આનંદ થાય છે કે જ્યારે પણ વડાપ્રધાન કાશી આવે છે, ત્યારે કાશીની કારીગરી સાથે સંબંધિત વસ્તુઓ તેમને ભેટ તરીકે આપવામાં આવે છે. આ વખતે પણ અમે તેમના માટે આ ખાસ ગિફ્ટ તૈયાર કરી છે, જે પીએમ મોદીને મુખ્યમંત્રી યોગી આપશે.

પીએમ મોદીએ હસ્તકલાને આપી નવી ઓળખઃ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની યોજનાઓએ કાશીના હસ્તકલા કારીગરીને નવું જીવન આપ્યું છે. સીએમ યોગી અને પીએમ મોદી પણ આ કળાઓને જાતે બ્રાન્ડિંગ કરે છે અને દેશની મુલાકાતે આવનાર મહેમાનોને ખાસ ભેટ તરીકે પણ આપે છે. આ જ કારણ છે કે જ્યારે તેઓ બનારસ આવે છે ત્યારે અહીંના કારીગરો પણ તેમની કારીગરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરે છે.

  1. સુરત એક સમયે 'સન સિટી' તરીકે જાણીતું હતું, પરંતુ આજે અહીંના લોકોએ પોતાની મહેનતથી તેને 'ડાયમંડ સિટી' બનાવ્યું : PM Modi
  2. શું ત્રણ રાજ્યોમાં જાતિ સમીકરણો સાધવાની ભાજપની વ્યૂહરચનાથી હરિયાણામાં ભાજપને ફાયદો થશે ?

Last Updated : Dec 17, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.