ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે 'માટી બચાવો આંદોલન' સંબંધિત કાર્યક્રમને કરશે સંબોધિત

'માટી બચાવો આંદોલન' (Save The Soil Movement) આ વર્ષે માર્ચમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેઓ 27 દેશોની 100 દિવસની મોટરસાઇકલ યાત્રા પર છે.

વડાપ્રધાન મોદી આજે 'માટી બચાવો આંદોલન' સંબંધિત કાર્યક્રમને કરશે સંબોધિત
વડાપ્રધાન મોદી આજે 'માટી બચાવો આંદોલન' સંબંધિત કાર્યક્રમને કરશે સંબોધિત
author img

By

Published : Jun 5, 2022, 9:42 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂને) વિશ્વ પર્યાવરણ દિવસના (World Environment Day 2022) અવસરે રાષ્ટ્રીય રાજધાનીમાં 'માટી બચાવો આંદોલન' (Save The Soil Movement) સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયએ (PMO) આ માહિતી આપી હતી. એક નિવેદનમાં, પીએમઓએ કહ્યું કે, 'માટી બચાવો આંદોલન' એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ લોકોને જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો અને તેને સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો: World Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...

માટી બચાવો આંદોલન : નિવેદન અનુસાર, 'માટી બચાવો આંદોલન' આ વર્ષે માર્ચમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેઓ 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા પર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5 જૂન, 2022 તેમની મુલાકાતનો 75મો દિવસ હશે. તેમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સહભાગિતા ભારતમાં જમીનના સ્વાસ્થ્યને સુધારવાની સહિયારી ચિંતાઓ અને પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરશે.

આ પણ વાંચો: વડોદરામાં દિવ્યાંગોના લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પહોંચી ટીમ, સી આર પાટીલએ આપ્યા આશીર્વાદ

etv play button

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.