ETV Bharat / bharat

PM Modi Visit To France: ઈજિપ્ત બાદ હવે વડાપ્રધાન મોદી ફ્રાંસના પ્રવાસે, દ્વિપક્ષીય સંબંધો સુધરશે - undefined

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સત્તાવાર મુલાકાત માટે દિલ્હીથી ગુરૂવારે સવારે રવાના થયા હતા. તેઓ ભારતીય સમય અનુસાર લગભગ 4 વાગ્યે પેરિસ પહોંચશે. જ્યાં એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરાશે. પ્રોટોકોલ અનુસાર વેલકમ પણ કરાશે. ઓર્લી એરપોર્ટ આ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે. ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

PM Modi Visit To France: ઈજિપ્ત બાદ હવે વડાપ્રધાન મોદી ફ્રાંસના પ્રવાસે, દ્વિપક્ષીય સંબંધો સુધરશે

author img

By

Published : Jul 13, 2023, 8:39 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 13 થી 15 જુલાઈ 2023 દરમિયાન ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે. PM ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13-14 જુલાઈ 2023 દરમિયાન ફ્રાંસની રાજધાનીની મુલાકાત કરશે. તારીખ 14 જુલાઈ 2023 ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે. જેમાં ત્રણેય સેવાઓમાંથી ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી પણ ભાગ લેશે. ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈએ અબુ ધાબી જશે. ફ્રાંસમાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ઔપચારિક વાતચીત કરશે. જેમાં બન્ને દેશના સંબંધઓની વાત થશે.

રાત્રી ભોજન કરશેઃ રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાનના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભ તેમજ ખાનગી રાત્રીભોજનનું આયોજન કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી ફ્રાન્સના વડાપ્રધાન તેમજ ફ્રાન્સની સેનેટ અને નેશનલ એસેમ્બલીના પ્રમુખોને મળશે. ફ્રાન્સમાં વસતા ભારતીયો, ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓના સીઈઓ અને અગ્રણી ફ્રેન્ચ હસ્તીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરશે.

25મી વર્ષગાંઠઃ આ વર્ષે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ છે અને વડાપ્રધાનની મુલાકાત વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના ભાવિ માટે રોડમેપ તૈયાર કરવાની તક પૂરી પાડશે. આ પછી વડાપ્રધાન 15 જુલાઈએ અબુધાબી જશે. વડાપ્રધાન સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાતચીત કરશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રની ફ્રાન્સની બે દિવસીય મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

ભાગીદારી રહેશેઃ આવનારા વર્ષોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે "નવો માપદંડ" સ્થાપિત કરશે. વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની વાતચીતમાં સંરક્ષણ સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે, ભારત દ્વારા રાફેલના નેવલ મોડલના 26 એરક્રાફ્ટ ખરીદવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જેથી તેની જાહેરાત કરી શકાય. આ સાથે એરક્રાફ્ટ એન્જિનના સંયુક્ત વિકાસ સાથે સંબંધિત ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે.

ચર્ચા કરાશે આ વિષયનીઃ ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "વડાપ્રધાનની ફ્રાંસની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને અમને લાગે છે કે તે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે 'નવો માપદંડ' સ્થાપિત કરશે." મોદી 14 જુલાઈના રોજ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે સેલિબ્રેશનમાં ગેસ્ટ ઓફ ઓનર હશે. ભારતીય સેનાની ત્રણેય પાંખની ટુકડી પણ આમાં ભાગ લઈ રહી છે. આ મુલાકાત દરમિયાન, વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ફ્રાન્સ સાથે ભાવિ સહયોગ માટે માર્ગ શોધવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં સંરક્ષણ, અવકાશ, વેપાર અને રોકાણના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

મંજૂરી મળી શકેઃ રાફેલ અને એરક્રાફ્ટ એન્જિન સંબંધિત પ્રોજેક્ટ ઉપરાંત, ડીએસી ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની ખરીદીને પણ મંજૂરી આપી શકે છે. મોદી ફ્રાન્સની સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચર, વડાપ્રધાન એલિઝાબેથ બર્નને મળવાના છે અને ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. સાંજે રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદીના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. વડાપ્રધાન મોદીનું શુક્રવારે એલિસી પેલેસમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ મોદી અને મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે.

  1. Kerala News : કેરળની NIA કોર્ટે પ્રોફેસરના હાથ કાપવાના કેસમાં વધુ 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા, આવતીકાલે થશે સજા
  2. Delhi News : CBI, ચૂંટણી પંચ અને હવે EDના ડિરેક્ટરોની નિમણૂકમાં મોટો ફેરફાર

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.