ETV Bharat / bharat

PM MODI VISIT: કર્ણાટક-મહારાષ્ટ્રમાં મોદી કરોડોના હાઈવે પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે, ડ્રોન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (ગુરૂવારે) કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે છે. આ દરમિયાન મોદી બંને રાજ્યોમાં લગભગ 49,600 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી કર્ણાટકના યાદગીરી અને કાલાબુર્ગી જેવા ઉત્તરીય જિલ્લાઓમાં રૂપિયા 10,800 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીની સુરક્ષાને લઇને 1973ની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

PM MODI VISIT: કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મોદી કરોડોના પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે

author img

By

Published : Jan 19, 2023, 9:59 AM IST

Updated : Jan 19, 2023, 11:12 AM IST

મુંબઈઃ આ મહિનામાં વડાપ્રધાનની કર્ણાટકની આ બીજી મુલાકાત હશે. તેઓ તારીખ 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટન માટે હુબલીમાં હતા. જે દરમિયાન તેમણે એક વિશાળ રોડ શો કર્યો હતો. બીજી બાજું તેઓ મહારાષ્ટ્ર રાજ્યની પણ મુલાકાત કરવાના છે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈની મુલાકાત દરમિયાન આંતરમાળખાનો વિકાસ, સિટી યાત્રા તથા આરોગ્યલક્ષી સેવાઓને મજબુત કરવા માટે 38000 કરોડથી વધારેની કિંમતના પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે. આ ઉપરાંત 12600 કરોડની મુંબઈની નવી મેટ્રોલાઈન 2એ તથા 7નું લોકાર્પણ કરશે.

  • मी उद्या मुंबईत असेन. 38,000 कोटी रु. खर्चाच्या प्रकल्पांचे उद्घाटन आणि पायाभरणी यावेळी केली जाणार आहे. यामध्ये मेट्रो कनेक्टिव्हिटी सुधारणे, रेल्वे पायाभूत सुविधा, सांडपाणी प्रक्रिया तसेच आणखी कामांचा समावेश आहे. या कामांमुळे राहणीमानाचा दर्जा उंचावण्यास चालना मिळेल.

    — Narendra Modi (@narendramodi) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1973ની કલમ 144 લાગુ: મોદીની મુલાકાતના સમયે ડ્રોન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આજે નરેન્દ્ર મોદી વિવિધ ઉદઘાટન કરવા માટે મુંબઈ આવવાના છે. જેને લઇને તેમની સુરક્ષાને લઇને 1973ની કલમ 144 લાગુ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે આ સમયે આતંકવાદીઓ અથવા અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરાઈ શકે છે. જેને લઇને મોદીની સુરક્ષાને લઇને 1973ની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી લઈને મોદીની મુલાકાતનાં વિવિધ સ્થળો આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

જીતનો લક્ષ્યાંકઃ એક સત્તાવાર જાહેરાત અનુસાર, વડા પ્રધાન કર્ણાટકના યાદગીર જિલ્લામાં કોડેકલ ખાતે સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પરિયોજના સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેનો સીધો લાભ પ્રજાને મળી રહેશે.બીજી પણ મહત્ત્વની સાઈટનો શિલાન્યાસ કરશે. આ પછી, વડા પ્રધાન લગભગ 2.15 વાગ્યે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના માલખેડ પહોંચશે.

આ પણ વાંચો National highway Projects: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ હાઈવે પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા

લાભાર્થીઓને માલિકી: તાજેતરમાં જાહેર કરાયેલા મહેસૂલ ગામોના પાત્ર લાભાર્થીઓને માલિકી હક્ક (હક્કુ પત્ર)નું વિતરણ કરશે. નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) કર્ણાટકમાં મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે. તેમણે કુલ 224માંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનની આ મુલાકાત મહત્વની છે. જોકે, આ પ્રોજેક્ટ પાછળ પણ ચૂંટણીલક્ષી પરિબળો હોવાનું ચર્ચાય રહ્યું છે.

આ પણ વાંચો Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની

પાયાની જરૂરિયાતઃ મોદી તમામ ઘરમાં વ્યક્તિગત નળ કનેક્શન દ્વારા સ્વચ્છ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવાના તેમના વિઝનને અનુરૂપ જલ જીવન મિશન હેઠળ યાદગીર મલ્ટી-વિલેજ પીવાના પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે. આ યોજના હેઠળ 117 MLDનો જળ શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવશે. યાદગીર જિલ્લાના 700 થી વધુ ગ્રામીણ વસવાટો અને ત્રણ નગરોમાં લગભગ 2.3 લાખ પરિવારોને પીવાનું પાણી પૂરું પાડશે. આશરે રૂ. 2,050 કરોડના ખર્ચનો આ પ્રોજેક્ટ લોકોના જીવન ધોરણને બદલવામાં મોટી ભૂમિકા અદા કરશે.

નેશનલ હાઈવે શરૂ થશેઃ વડાપ્રધાન નેશનલ હાઈવે-150Cના 65.5 કિલોમીટરના વિશાળ રોડનો શિલાન્યાસ પણ કરશે. આ સિક્સ લેન ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. જેને બનાવવામાં લગભગ 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કાલાબુર્ગી, યાદગીર, રાયચુર, બિદર અને વિજયપુરા જિલ્લામાં લગભગ 1,475 બિન નોંધાયેલ રહેઠાણોને નવા મહેસૂલ ગામો તરીકે જાહેર કરવામાં આવ્યા છે, સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વે છ રાજ્યોમાંથી પસાર થશે – ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. તે હાલના રૂટને 1,600 કિમીથી ઘટાડીને 1,270 કિમી કરશે. કર્ણાટક પ્રવાસ બાદ મોદી મુંબઈ જવા રવાના થશે.

મુંબઈમાં મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા. 38,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું મુંબઈમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રૂપિયા 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં MMRDA મેદાનમાં યોજાનારા સમારોહમાં સાત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ કોંક્રીટાઇઝેશન પ્રોજેક્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનઃવિકાસ કાર્યનો શિલાન્યાસ પણ કરશે. દહિસર (પૂર્વ) અને ડીએન નગર (યલો લાઇન) ને જોડતી મેટ્રો લાઇન 2A લગભગ 18.6 કિમી લાંબી છે, જ્યારે અંધેરી (પૂર્વ) અને દહિસર (પૂર્વ) (રેડ લાઇન) ને જોડતી મેટ્રો લાઇન 7 લગભગ 16.5 કિમી લાંબી છે. આર્થિક રીતે સમૃદ્ધ માનવામાં આવતી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ભાજપ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને હરાવવા પર ટાર્ગેટ કરી રહ્યું છે. ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.

મોટો પ્રોજેક્ટઃ 2015માં ખુદ વડાપ્રધાન મોદીએ આ લાઈનોનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન 'મુંબઈ 1 મોબાઈલ એપ' અને 'નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1)' (NCMC) પણ લોન્ચ કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ મોબાઇલ એપ્લિકેશન મુસાફરીને સરળ બનાવવામાં મદદ કરશે. તે મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર બતાવી શકાય છે અને UPI દ્વારા ટિકિટ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટમાં મદદ કરશે. મુંબઈના લગભગ 400 કિલોમીટરના રસ્તાઓને યોગ્ય કરવા માટે માર્ગ નિર્માણ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટ લગભગ રૂ. 6,100 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. મુંબઈમાં લગભગ 2,050 કિમીના કુલ રસ્તાઓમાંથી 1,200 કિમીથી વધુ રસ્તાઓ કાં તો પહોળા થઈ ગયા છે અથવા તો પાકવાની પ્રક્રિયામાં છે. બાકીના 850 કિ.મી.ના રસ્તાઓમાં ખાડા છે જેના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાય છે. રોડ પેવિંગ પ્રોજેક્ટનો હેતુ આ પડકારનો સામનો કરવાનો છે.

Last Updated : Jan 19, 2023, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.