નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે મણિપુર અને ત્રિપુરામાં (PM Modi to inaugurate dev projects in Manipur and tripura) અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા બંને રાજ્યોની મુલાકાત (PM Modi Manipur Tripura visit) લેશે. વડાપ્રધાન કાર્યાલયે રવિવારે તેઓ ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. જ્યારે અગરતલામાં, તેઓ મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે.
ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જ્યારે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ સાથે 2 મહત્વની વિકાસ યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે.
મણિપુરમાં મોદી 1850 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
મણિપુરમાં મોદી 1850 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને 2950 કરોડ રૂપિયાના 9 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.
5 રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ રૂ.1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ નેશનલ હાઈવે-37 પર બરાક નદી પર રૂ. 75 કરોડના ખર્ચે બનેલો સ્ટીલ બ્રિજ છે, જે ઈમ્ફાલથી સિલચર સુધીની કનેક્ટિવિટી વધારશે અને મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થશે.
પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે
વડાપ્રધાન લગભગ રૂ. 1100 કરોડના ખર્ચે બનેલા 2387 મોબાઈલ ટાવર મણિપુરના લોકોને સમર્પિત કરશે, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો થશે. પીએમઓએ કહ્યું કે, દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની મોદીની કવાયતના ભાગરૂપે રાજ્યમાં પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેમાં થોબલ બહુહેતુક પ્રોજેક્ટની રૂ. 280 કરોડની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે
અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત રૂ. 65 કરોડ છે. મોદી 51 કરોડના ખર્ચે સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ. 160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે, તેઓ કિઆમગેઈમાં 200 બેડની કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે
ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે
ભારતીય શહેરોને પુનર્જીવિત કરવાના પ્રયાસોના ભાગરૂપે મોદી ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પીએમઓએ જણાવ્યું હતું કે, મોદી સેન્ટર ફોર ઈન્વેન્શન, ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગનો (CIIIT) પણ પાયો નાખશે. આ પ્રોજેક્ટ રાજ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીની સૌથી મોટી પહેલ છે અને તે માહિતી ટેકનોલોજી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે અને રાજ્યમાં રોજગારીની તકો પણ ઊભી કરશે.
આ પણ વાંચો:
Major Dhyan Chand Sports University: PM એ શિલાન્યાસ કર્યો, કહ્યું સરકારે ખેલાડીઓને 4 હથિયાર આપ્યા