ETV Bharat / bharat

PM Modi To Visits Gorakhpur : વડાપ્રધાન 9600 કરોડથી વધુની યોજનાઓની આપશે ભેટ, AIIMSનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi To Visits Gorakhpur) આજે મંગળવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાત લેશે અને ત્યાં 9600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ અવસરે, વડાપ્રધાન ગોરખપુરમાં સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (Gorakhpur AIIMS Inauguration By PM Modi) કેમ્પસનું ઉદ્ઘાટન પણ કરશે. સરકાર દ્વારા મળતી માહિતી અનુસાર, તેને 1000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

PM Modi To Visits Gorakhpur
PM Modi To Visits Gorakhpur
author img

By

Published : Dec 7, 2021, 8:02 AM IST

  • ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી દ્વારા યોજનાઓ લોકાર્પણ
  • વડાપ્રધાન મોદી ગોરખપુરમાં 9600 કરોડથી વધુની યોજનાઓને રાષ્ટ્રને કરશે સમર્પિત
  • ગોરખપુર AIIMS, ખાતરની ફેક્ટરી અને ICMRના પરીક્ષણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન

લખનઉ, ઉત્તર પ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi To Visits Gorakhpur) આજે મંગળવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રૂપિયા 9600 કરોડથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત અહીં તેઓ ગોરખપુર AIIMS (Gorakhpur AIIMS Inaugurate By PM Modi) ખાતરની ફેક્ટરી (Fertilizer factory Inauguration Gorakhpur) અને ICMRના પરીક્ષણ કેન્દ્રનું (ICMR-Regional Medical Research Centre) પણ ઉદ્ઘાટન કરશે.

તમામ યોજનાઓનું કરાશે લોકાર્પણ

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ તકે કહ્યું કે, વડાપ્રધાન મોદી આ ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ફર્ટિલાઇઝર ફેક્ટરી, ગોરખપુર AIIMS અને ICMRના તપાસ કેન્દ્રનું આજે 7મી ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે, જે પૂર્વી ઉત્તર પ્રદેશ માટે એક વખતનું સ્વપ્ન હતું.

600 એકરમાં બનાવવામાં આવી ફેક્ટરી

તેમણે વધુમાં કહ્યું કે, 'વર્ષ 1990માં ગોરખપુરમાં ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની (Fertilizer Corporation of India Gorakhpur) ખાતરની ફેક્ટરી હતી, જે બંધ થઈ ગઈ હતી. ત્યારબાદની સરકારોએ તેને ફરીથી ખોલવા પર ધ્યાન આપ્યું ન હતું, જેના પરિણામે ખેડૂતોની સાથે સાથે વિસ્તારના સામાન્ય નાગરિકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. તેને પુનર્જીવિત કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 માં ખાતરના કારખાનાનો શિલાન્યાસ કર્યો હતો અને આ ફેક્ટરી સમય મર્યાદામાં તૈયાર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી લગભગ 600 એકર વિસ્તારમાં બનેલી આ ફેક્ટરીને હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સના (Hindustan Fertilizer Company) નામે રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં 12 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન થશે. આનાથી વિસ્તારના ખેડૂતોને ફાયદો તો થશે જ, સાથે સાથે રોજગારીની સંભાવનાઓને આગળ વધારવામાં પણ તે મોટી ભૂમિકા ભજવશે.

2016માં ગોરખપુર AIIMSનો કરાયો હતો શિલાન્યાસ

વર્ષ 2016માં વડાપ્રધાન મોદીએ 112 એકર વિસ્તારમાં બનેલી ગોરખપુર AIIMSનો શિલાન્યાસ કર્યો હતો. તે પૂર્વી ઉત્તર પ્રદેશમાં આરોગ્ય પ્રણાલી પર નવો પ્રકાશ પાડશે, જે એક સમયે પૂર અને રોગ માટે જાણીતું હતું. મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના તર્જ પર ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં ICMRનું પ્રાદેશિક કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.