ETV Bharat / bharat

PM મોદી 23 ઓક્ટોબરે જશે અયોધ્યા, દીપોત્સવમાં લેશે ભાગ

PM મોદી 23 ઓક્ટોબરે દિવાળીના અવસર પર અયોધ્યામાં હશે.(PM MODI TO VISIT RAMLALA IN AYODHYA) તેઓ ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે. પીએમ મોદીના આગમન પહેલા અહીં દિવાળીના તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

author img

By

Published : Oct 18, 2022, 9:32 AM IST

PM મોદી 23 ઓક્ટોબરે જશે અયોધ્યા, દીપોત્સવમાં લેશે ભાગ
PM મોદી 23 ઓક્ટોબરે જશે અયોધ્યા, દીપોત્સવમાં લેશે ભાગ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પણ આ વખતે દીપોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. (PM MODI TO VISIT RAMLALA IN AYODHYA)જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ સિવાય પીએમ મોદી ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે. પીએમ મોદીના આગમન પહેલા અહીં દિવાળીના તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

મંદિરમાં પૂજા અર્ચના: દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તે જ દિવસે બદ્રીનાથ જશે. રાતવાસો કર્યા બાદ બીજા દિવસે 22 ઓક્ટોબરે પીએમ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેઓ બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ હાથ ધરાયેલા પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. ત્યારબાદ 23 ઓક્ટોબરે તેઓ અયોધ્યા જશે.

દીવા પ્રગટાવવામાં આવશે: કાર્યક્રમ અનુસાર પીએમ મોદી તે દિવસે સાંજે 5 થી 8 વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે. દીપોત્સવની સાથે સરયૂ નદીની આરતીમાં પણ ભાગ લેશે. આ પહેલા સીએમ યોગી અયોધ્યા આવશે.આ વર્ષે દિવાળી પર અયોધ્યામાં 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. ગત વર્ષે દીપોત્સવમાં 9 લાખ માટીના દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 2020માં 5.84 લાખ દીવા પ્રગટાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. પીએમ મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ પીએમ મોદી 24 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળી મનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.