નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 28 અને 29 જુલાઈના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાત અને દક્ષિણી રાજ્ય તમિલનાડુની મુલાકાત (PM Modi Gujarat and Tamilnadu visit) લેશે અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદી 44મા ચેસ ઓલિમ્પિયાડ અને અન્ના યુનિવર્સિટીના 42મા દીક્ષાંત સમારોહનું પણ ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો: ડૉ. APJ અબ્દુલ કલામ પુણ્યતિથિ-"જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો પહેલા સૂર્યની જેમ તપવું પડશે
ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે: PMOએ જણાવ્યું હતું કે, 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે, વડાપ્રધાન ગુજરાતના સાબરકાંઠામાં (Sabarkantha of Gujarat) ગંધોડા ચોકી ખાતે સાબર ડેરીની રૂપિયા 1,000 કરોડની કિંમતના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સાબર ડેરીની (Saber Dairy) ક્ષમતા પ્રતિદિન 1.20 લાખ ટન જેટલી છે. PMO દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ પ્રોજેક્ટ્સ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આ સાથે પ્રદેશના ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રી સાબર ડેરી ખાતે આશરે 120 મિલિયન ટન પ્રતિ દિવસ (MTPD)ની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 300 કરોડ રૂપિયાથી વધુ છે. PMO અનુસાર, લગભગ શૂન્ય ઉત્સર્જન ધરાવતો આ પ્લાન્ટ ખૂબ જ ઓછી ઉર્જા વાપરે છે. પ્લાન્ટ નવીનતમ અને સંપૂર્ણ સ્વચાલિત બલ્ક પેકિંગ લાઇનથી સજ્જ છે.
ચેસ ઓલિમ્પિયાડની શરૂઆત: વડાપ્રધાન સાબર ડેરી ખાતે એસેપ્ટીક મિલ્ક પેકેજીંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ સાબર ચીઝ એન્ડ વ્હી ડ્રાયિંગ પ્લાન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. સાબર ડેરી એ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) નો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. આ પછી, વડા પ્રધાન ચેન્નાઈ જશે અને ત્યાં જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં 44માં ચેસ ઓલિમ્પિયાડની શરૂઆત કરશે. PMOએ કહ્યું કે, બીજા દિવસે 29 જુલાઈએ વડાપ્રધાન સવારે 10 વાગ્યે અન્ના યુનિવર્સિટીના 42માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીએ 19 જૂન, 2022ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડ (Chess Olympiad) મશાલ રિલેનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: સેન્ટ્રલ જેલના કેદીઓ બન્યા 'કલાકાર', કામગીરી જોઈ લોકો થયા આશ્ચર્યચકિત
પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ: આ મશાલ 40 દિવસના સમયગાળામાં લગભગ 20,000 કિલોમીટરના અંતરને આવરી લેતા દેશના 75 ઐતિહાસિક સ્થળોમાંથી પસાર થઈ અને FIDE હેડક્વાર્ટર, સ્વિટ્ઝર્લૅન્ડમાં જતા પહેલા મહાબલીપુરમ ખાતે તેની પરાકાષ્ઠા થઈ. વડાપ્રધાન અન્ના યુનિવર્સિટીના (Anna University) 42મા દીક્ષાંત સમારોહમાં 69 ગોલ્ડ મેડલ વિજેતાઓને સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્રો અર્પણ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. અન્ના યુનિવર્સિટીની (Anna University) સ્થાપના 4 સપ્ટેમ્બર 1978ના રોજ કરવામાં આવી હતી. તેનું નામ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સી.એન. અન્નાદુરાઈનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. આમાં 13 સંલગ્ન કોલેજો, તમિલનાડુમાં ફેલાયેલી 494 સંલગ્ન કોલેજો અને 3 પ્રાદેશિક કેમ્પસ- તિરુનેલવેલી, મદુરાઈ અને કોઈમ્બતુરનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફરશે અને ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ખાતે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે.