ETV Bharat / bharat

125th birth anniversary of Netaji: વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પર કરશે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું ઉદ્ઘાટન - ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમા

નેતાજી સુભાષ ચંદ્રબોઝની 125મી જન્મજયંતિ (125th birth anniversary of Netaji) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે દેશના મહાન સપૂતની (PM Modi to unveil Netaji statue at India Gate) પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. નિવેદનમાં જણાવાયું છે કે, 23 જાન્યુઆરીના રોજ આયોજિત કાર્યક્રમમાં મોદી 'વર્ષ 2019, 2020, 2021 અને 2023 માટે સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર' પ્રદાન કરશે,

NETAJI STATUE AT I NETAJI STATUE AT INDIA GATENDIA GATE
NETAJI STATUE AT INDIA GATE
author img

By

Published : Jan 23, 2022, 8:29 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (23 જાન્યુઆરી) ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની (PM Modi to unveil Netaji statue at India Gate) ગ્રેનાઇટ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર ભારતના આ મહાન સપૂત પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતિક તરીકે ઈન્ડિયા ગેટ પર ગ્રેનાઈટની પ્રતિમા (Netaji Statue at India Gate) સ્થાપિત કરવામાં આવશે.

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિની જ્યોતને નેશનલ વોર મેમોરિયલમાં પ્રજ્વલિત જ્યોત સાથે ભેળવી દેવાને લઈને વિરોધ પક્ષોના નિશાના પર છે. શુક્રવારે એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, "એ સમયે જ્યારે દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, મને તમારી સાથે શેર કરતા આનંદ થાય છે કે ભારતમાં તેમની એક ભવ્ય ગ્રેનાઈટ પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક હશે. વડાપ્રધાને કહ્યું કે, જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેઓ 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિના અવસરે આ હોલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.

બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભરની ઉજવણી

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા 28 ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી હશે અને તે પેવેલિયનમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યાં એક સમયે રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી અને જેને 1968માં હટાવી દેવામાં આવી હતી. બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભરની ઉજવણીના ભાગરૂપે નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. 23 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં મોદી વર્ષ 2019, 2020, 2021 અને 2023 માટે 'સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર' પ્રદાન કરશે.

આ પણ વાંચો: Subhash Chandra Bose Statue at India Gate: ઈન્ડિયા ગેટ પર મૂકવામાં આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઃ PM Modi

આ પણ વાંચો: 75 Years of Independence: નેતાજી સુભાષચંદ્ર બોઝના 'English breakfast' માટેના પ્રેમનું રહસ્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.