બેંગ્લુરૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શન-એરો ઈન્ડિયાનું ઉદ્ઘાટન હેતું બેંગ્લુરૂ આવ્યા હતા. જ્યાં તેમણે એરો ઈન્ડિયા એર-શૉ નિહાળ્યો હતો. તેમણે 'એરો ઈન્ડિયા' દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ પ્રોડક્શન માટે ઉભરી રહેલા નવા કેન્દ્ર તરીકે ગણાવ્યું છે. એરફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુ મહાનગરની બહારના હવાઈ વિસ્તારમાં વાયુસેનાના યાલહંકા સૈન્ય મથક પર પાંચ દિવસીય પ્રદર્શનમાં 98 દેશોની 809 સંરક્ષણ કંપનીઓ ઉત્સાહભેર ભાગ લેશે.
-
#WATCH | Chief of the Air Staff Air Chief Marshal VR Chaudhari leads the Gurukul formation during the flypast at the inaugural ceremony of #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/kenaR0er69
— ANI (@ANI) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Chief of the Air Staff Air Chief Marshal VR Chaudhari leads the Gurukul formation during the flypast at the inaugural ceremony of #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/kenaR0er69
— ANI (@ANI) February 13, 2023#WATCH | Chief of the Air Staff Air Chief Marshal VR Chaudhari leads the Gurukul formation during the flypast at the inaugural ceremony of #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/kenaR0er69
— ANI (@ANI) February 13, 2023
આ પણ વાંચોઃ Delhi Mumbai Expressway: પીએમ મોદી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે, જાણો Expressway ની મોટી વાતો
આત્મનિર્ભરની થીમઃ એરો ઈન્ડિયામાં લગભગ 250 બિઝનેસ-ટુ-બિઝનેસ કરાર પર સહી સિક્કા થવાની આશા છે. એવું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે. આશરે રૂ. 75,000 કરોડના રોકાણનો માર્ગ ખોલશે. તેમણે એવું પણ કહ્યું કે એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિની થીમ 'ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' નક્કી કરવામાં આવી છે. તેનો હેતું એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રોમાં દેશની ક્ષમતાઓમાં વૃદ્ધિ દર્શાવીને મજબૂત અને આત્મનિર્ભર 'નવા ભારત'ના વિકાસને વધારે વેગ આપવાનો છે. આ એક્ઝિબિશન સરકારના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીના એક્ઝિબિશન પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
-
Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023
રક્ષાપ્રધાનની વાતઃ એક પત્રકાર પરિષદને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે, 'આત્મનિર્ભર ભારત'ને સાકાર કરવાની દિશામાં થયેલી પ્રગતિને આ એક્ઝિબિશન વેગ આપે છે. 'એરો ઈન્ડિયા-2023' દેશની પ્રોડક્શન કેપેસિટી અને વડાપ્રધાન મોદી દ્વારા કલ્પના કરાયેલ સુરક્ષા સંબંધી સપનાને સાકાર કરશે. આ ઉપરાંત આત્મનિર્ભર અભિયાનને સાકાર કરવાની દિશામાં પ્રયત્ન સાથે પ્રગતિ કરશે. આ ઇવેન્ટ એરોસ્પેસ અને એવિએશન ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ અને મોટું યોગદાન આપશે. એરો ઈન્ડિયા ભારતમાં એરોસ્પેસ સેક્ટરના વ્યાપક અને વિશાળ વિકાસમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. 'મને વિશ્વાસ છે કે બેંગલુરુ એરોસ્પેસ ક્ષેત્ર માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવશે. અમે વાઇબ્રન્ટ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.
-
Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023Aero India is showcase of aerospace that has 2 important characteristics - height & speed. These 2 qualities define the working & personality of the PM. Height of integrity and commitment for India, speed of decision making & delivering results: Defence Minister at #AeroIndia2023 pic.twitter.com/KWA2GVHCW3
— ANI (@ANI) February 13, 2023
આ પણ વાંચોઃ Bengal villagers build hospital: બંગાળના હુગલીમાં ગામલોકોએ પોતાના પ્રયાસોથી એક હોસ્પિટલ બનાવી
US એરફોર્સ પણ સામિલઃ યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ (યુએસએએફ) ના અગ્રણી ફાઇટર જેટ પૈકી એક એફ-16 ફાઇટીંગ ફાલ્કન ડ્યૂઓ પણ બેંગ્લુરૂમાં યોજાનારા એર-શૉમાં સામિલ છે. તે પણ ભારતીય ફાઈટર્સ સાથે ટેકઓફ કરશે. F/A-18E અને F/A-18F સુપર હોર્નેટ, યુએસ નેવીનું સૌથી અદ્યતન ફ્રન્ટલાઈન કેરિયર-આધારિત, ઉપલબ્ધ મલ્ટિરોલ સ્ટ્રાઈક ફાઈટર, સ્ટેટિક ડિસ્પ્લે કરશે. આ એર શૉને એશિયાનો સૌથી મોટો એર શૉ માનવામાં આવી રહ્યો છે.