- વડાપ્રધાન કોરોના સંક્રમણના કેસો પ્રત્યે ગંભીર
- કેન્દ્ર દ્વારા આ સંકટને પહોંચી વળવા રણનીતિ તૈયાર કરવામાં આવી
- ભારતીય તબીબી સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો પણ બેઠકમાં હાજર રહ્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો પ્રત્યે ગંભીર છે. કેન્દ્ર દ્વારા આ સંકટને પહોંચી વળવા તમામ સંભવિત પગલા લેવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 9.5 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો આપ્યો
વડાપ્રધાને રસીકરણની નવીનતમ સ્થિતિને લઈને બેઠક યોજી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોના અને કોરોનાના રસીકરણની નવીનતમ સ્થિતિને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન પણ હાજર હતા. આ સિવાય વડાપ્રધાન કાર્યાલય, આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.