- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે BRICS સંમેલનની અધ્યક્ષતા કરશે
- ડિજિટલ રીતે યોજાનારી આ બેઠકમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરી જણાવ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) પાંચ દેશમાં સમુહ બ્રિક્સ (BRICS)ના વાર્ષિક શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. ડિજિટલ રીતે યોજાનારી આ બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર વ્યાપક રીતે ચર્ચા થવાની શક્યતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ (BRICS)ના 13મા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો
બ્રિક્સમાં વિશ્વના 5 સૌથી મોટા વિકાસશીલ દેશ સામેલ છે
વિદેશ મંત્રાલય અનુસાર, બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પણ સામેલ હશે. બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)માં વિશ્વના 5 સૌથી મોટા વિકાસશીલ દેશ સામેલ છે, જે વૈશ્વિક વસતીના 41 ટકા, વૈશ્વિક GDPના 24 ટકા અને વૈશ્વિક વેપારના 16 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો- PM Modi 2 નવેમ્બરે ધનતેરસના દિવસે અયોધ્યા જશે, ઉત્તરપ્રદેશમાં તૈયારીઓ શરૂ
ડિજિટલ માધ્યમથી બ્રિક્સ સંમેલન યોજાશે
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, વર્ષ 2021માં બ્રિક્સની ભારતની અધ્યક્ષતા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે ડિજિટલ માધ્યમથી 13મી બ્રિક્સ શિકર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરશે. આ પહેલા વર્ષ 2016માં તેમણે ગોવામાં સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષે બ્રિક્સની 15મી વર્ષગાંઠ છે. આ વખતે શિખર સંમેલનનો વિષય છે. બ્રિક્સ @15ઃ સાતત્ય, એકત્રિકરણ અને સર્વસંમતિ માટે અંતર બ્રિક્સ સહયોગ.
ભારતે ચાર ક્ષેત્રોની રૂપરેખા તૈયાર કરી છે
ભારતે પોતાની અધ્યક્ષતા માટે પ્રાથમિકતા ધરાવતા ચાર ક્ષેત્રોની રૂપરેખા તૈયાર કરી છે. આમાં બહુપક્ષી પ્રણાલીમાં સુધાર, આતંકવાદનો મુકાબલો, SDG પ્રાપ્ત કરવા માટે ડિજિટલ અને ટેક્નિક સાધનોનો ઉપયોગ અને લોકોથી લોકો વચ્ચે સંપર્કને વધારવા આપવો સામેલ છે. વિદેશ મંત્રાલયના મતે, આ વિષયો સિવાય બ્રિક્સ શિખર સંમેલનમાં કોરોના મહામારીની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક ક્ષેત્રીય મુદ્દાઓની પણ ચર્ચા થશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના અધ્યક્ષ માર્કોસ ટ્રોયઝો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અસ્થાયી અધ્યક્ષ ઓન્કાર કંવર અને બ્રિક્સ વુમન બિઝનેસ એલાયન્સની અસ્થાયી અધ્યક્ષ સંગીતા રેડ્ડી અલગ અલગ રિપોર્ટ રજૂ કરશે.