- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે
- સંમેલનના પ્રથમ દિવસે મોદી સંબોધન કરશે
- સંબોધનમાં દુનિયાને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે આખી દુનિયાને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપશે. મોદી આ સંદેશ વર્ચુઅલ શિખર સંમેલનના પ્રથમ દિવસે મોદી પોતાના સંબોધનમાં આપશે, જેનું હોસ્ટિંગ આબોહવાના સંકટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કરી રહ્યા છે.
બાઇડને વિશ્વના 40 ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું
શુક્રવારે પૂર્ણ થનારી બે દિવસીય સંમેલનમાં બાઇડને વિશ્વના 40 ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શામિલ છે.
આ પણ વાંચો : વડાપ્રધાને દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી, 'દવાઈ ભી કડાઈ ભી' મંત્ર પણ યાદ કરાવ્યો
વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને ટકાઉ વિકાસની પ્રાથમિકતાને માન આપે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંમેલનમાં વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને ટકાઉ વિકાસની પ્રાથમિકતાને માન આપતી વખતે કઇ રીતે દુનિયામાં વ્યાપક અને અને સ્થિતિસ્થાપક આર્થિક વિકાસ સાથે વિશ્વ આબોહવાના મુદ્દાઓ સાથે સંબંધિત પગલાં લઈ શકે છે તે અંગે ચર્ચા કરાશે.
થીમ '2030 સુધીમાં આપણી સામૂહિક ગતિ' રાખવામાં આવી
મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી ગુરુવારે ભારતીય સમયના સાંજના 5:30 થી 7:30 વાગ્યા સુધી નેતાઓના પ્રથમ અધિવેશનને સંબોધન કરશે, જેની થીમ ' 2030 સુધીમાં આપણી સામૂહિક ગતિ ' રાખવામાં આવી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી થોડા સમયમાં કોરાના પર મહત્વપૂર્ણ બેઠક કરશે
સંમેલનમાં ભાગ લેનારા 40 નેતાઓ મેજર ઇકોનોમિક ફોરમના સભ્યો
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંમેલનમાં ભાગ લેનારા 40 નેતાઓ મેજર ઇકોનોમિક ફોરમના સભ્યો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને આ બધા દેશો અન્ય લોકો કરતા હવામાન પરિવર્તન પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
હવામાન સંરક્ષણ, તેમજ સ્વચ્છ ઉર્જા માટેની તકનીકી શોધ અંગે ચર્ચા કરાશે
આબોહવા પરિવર્તનને ધ્યાનમાં લેવા ઉપરાંત હવામાન પરિવર્તનને ધ્યાનમાં લેવા ઉપરાંત પ્રકૃતિ આધારિત ઉકેલો પર હવામાન સંરક્ષણ, તેમજ સ્વચ્છ ઉર્જા માટેની તકનીકી શોધ અંગે ચર્ચા કરવામાં આવશે.