- 1 જુલાઇ નેશનલ ડૉક્ટર ડે
- વડાપ્રધાન મોદી ડૉક્ટરોને કરશે સંબોધિત
- ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) ગુરુવારે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નિમિત્તે દેશના તબીબી જગતના લોકોને સંબોધીત કરશે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.આ કાર્યક્રમ ભારતીય મેડિકલ એસોસિએશન (Indian Medical Association) દ્વારા યોજવામાં આવ્યો છે.રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કોરોના દરમિયાન તબીબ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા
તબીબી ક્ષેત્રે કોવિડ -19 રોગચાળા સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ સમયે પણ, ડૉકટર્સ તેમના જીવનની સંભાળ લીધા વિના દેશની સેવા કરી રહ્યાં છે. વડા પ્રધાને તેમના સંબોધનોમાં મોટે ભાગે ડૉકટર્સ અને અન્ય લોકોની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો : Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે
બપોરે 3 વાગ્યે ડોક્ટરોને કરશે સંબોધીત
વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, 'કોવિડ -19 સામે લડતા ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો પર દેશને ગર્વ છે. 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે હું તબીબી ક્ષેત્રના કાર્યક્રમને સંબોધન કરીશ. ડૉકટરોના યોગદાનના સન્માન માટે દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો : 6.29 લાખ કરોડનું આર્થિક રાહત પેકેજ કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા મંજૂર