ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે લાલ કિલ્લા પરથી મેં મારી વિરાસત પર ગર્વની વાત કરી છે. અત્યારે પણ મુખ્યપ્રધાને મોટો ઉલ્લેખ કર્યો છે. આપણા સંબંધો દરેક દેશ સાથે સારા રહ્યા છે. એ પાછળ ભારતની સમુદ્રશક્તિ જવાબદાર હતી. પણ ગુલામી કાળે સામર્થ્ય તોડયું છે. આપણે ભૂલી ગયા કે, લોથલ અને ધોળાવીરા જેવી મહાન ધરોહર છે. જે સમુદ્ર વ્યાપાર કરવા જાણીતી હતી. ચૌલ સામ્રાજ્ય અને પાંડ્ય રાજવંશે જેણે સમુદ્રી સંસાધનની શક્તિને સમજ્યા અને મોટી ઊંચાઈ આપી છે. સમુદ્રી શક્તિનો વિસ્તાર કર્યો અને આની મદદથી દૂરના દેશ સુધી વ્યાપારને લઈ જવા સફળ રહ્યા.
PM મોદીની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ.3,500 કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થશે. લોથલની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિને ફરીથી પુનર્જીવિત કરવામાં આવશે. ગુલામીની માનસિકતા અને ઉદાસીનતાએ આપણાં ભવ્ય વારસાને વિસરાવી દીધો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ લોથલ પણ પ્રવાસીઓ માટેનું એક અનોખું અને આગવું કેન્દ્ર બની રહેશે.
કચ્છમાં જહાંજ બનતા શિવાજીએ પણ મોટી સેનાનું ગઠન કર્યું અને વિદેશી તાકાત વધારી. ભારતીય ઈતિહાસનો આ ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. જેને ધ્યાને લેવાયો નથી. હજારો વર્ષ પહેલા કચ્છમાં મોટા જહાંજોનું નિર્માણ થયું. પાણીના વિશાળ દુનિયાભરમાં વેચાતા હતા. વિરાસત પ્રત્યે આવી ઉદાસીનતાએ દેશનું મોટું નુકસાન કર્યું છે. આ સ્થિતિ બદલવી જોઈએ. એટલા માટે અમે નક્કી કર્યું કે, ધોળાવીરા અને લોથલને એ જ રૂપમાં તૈયાર કરીશું. જે માટે ક્યારેય આ જાણીતા હતા. આજે અમે આ મિશન પર ઝ઼ડપથી કામ કરી રહ્યા છે. લોથલની ચર્ચા કરૂ છું ત્યારે પરંપરા યાદ આવે છે. હગુજરાતના ઘણા વિસ્તારમાં સિકોતર માતાને સમુદ્રના દેવી માની પૂજાય છે.
દેવીની પૂજા થતી રીસર્ચ કરનારા માને છે કે, એ સમયે પણ સિકોતર માતાને કોઈ રૂપે પૂજવામાં આવતા. સમુદ્રમાં આવતા પહેલા સિકોતર દેવીની પૂજા કરવામાં આવતી. ઈતિહાસ કારોના અનુસાર સિકોતેર માતાનો સંબંધો શકોતરા દ્વીપ સાથે છે. આનાથી ખ્યાલ આવે છે. આજથી હાજરો વર્ષ પહેલા ખંભાતની ખાડીથી દૂર સમુદ્રી વ્યાપારના રસ્તા ખુલ્લા હતા. તાજેતતરમાં વડનગર પાસે સિકોતેર માતા હોવાના પુરાવા મળ્યા છે. પ્રાચીન કાળમાં સમુદ્રી વ્યાપાર થવાની માહિતી મળી હતી. સુરેન્દ્રનગરના ઝીઝુંવાડિયામાં લાઈટહાઉસ મળ્યા હોવાના પુરાવા છે. જે સમુદ્રમાં રસ્તો દેખાડવા ઉપયોગમાં લેવાય છે. જોકે, હકીકત એવી પણ છે કે, લોથલ અને ધોળાવીરાની નગર રચના, ગટર રચના, બાંધણી અને ટાઉનપ્લાનિંગ આજે પણ ચર્ચાના વિષય છે. એ સમયે આ નગર વ્યાપારી કેન્દ્રો સાથે જોડાયેલું હતુ
પોર્ટ હોવાના પુરાવા ઝિઝુવાડાથી 100 કિમી દૂર દરિયો છે. આ ગામે અનેક એવા પુરાવા છે જે સાબિત કરે છે અહીં કોઈ મોટું પોર્ટ હોવું જોઈએ. આનાથી સમુદ્ર વ્યાપાર કેટલો મજબુત હતો એની માહિતી મળી છે. જે રીતે પોર્ટસિટી તરીકે વિકસી કરાયું હતું. જે આજે મોટા મોટા લોકોને ચોંકાવે છે. લોથલના ખોદકામમાં મળેલા પ્લાનિંગ, દેશ, નગર અને આર્કિટેક્ટના દર્શન કરાવે છે. કુદરતી આફતને પહોંચી વળવા માટે જેવી વ્યવસ્થા હતી એ શીખવાની જરૂર આજના પ્લાનિંગમાં છે. આ વિસ્તારને દેવી સરસ્વતિ અને લક્ષ્મીના આશીર્વાદ હતા. અનેક દેશ સાથે વ્યાપારી સંબંધને કારણે અહીં ધનવર્ષા થતી હતી.