ETV Bharat / bharat

Infinity Forumમાં PM Modiએ કહ્યું, ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા, જીવન થઈ રહ્યું છે ઉત્તમ - ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફિનિટી ફોરમ ((PM Narendra Modi inaugurates Infinity Forum) )નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમના સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું હતું કે, ડિજિટલ બેન્ક (Digital banking is a reality today) આજે એક વાસ્તવિકતા છે. હવે લોકોનું જીવન ઉત્તમ થઈ રહ્યું છે. હવે ફિનટેક પહેલને ફિનટેક ક્રાન્તિમાં બદલવાનો સમય આવી ગયો છે. એક ક્રાંતિ જે દેશના દરેક નાગરિકને નાણાકીય સશક્તિકરણ પૂરું પાડે છે.

Infinity Forumમાં PM Modiએ કહ્યું, ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા, જીવન થઈ રહ્યું છે ઉત્તમ

author img

By

Published : Dec 3, 2021, 1:08 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીમાં ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કર્યું
  • ચલણનો ઈતિહાસ જોરદાર વિકાસ દર્શાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • ગયા વર્ષે ભારતમાં મોબાઈલ ચૂકવણીએ પહેલી વખત એટીએમ રોકડ ઉપાડને પાર કર્યુંઃ PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફિનિટી ફોરમ (PM Narendra Modi inaugurates Infinity Forum)નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમના સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું હતું કે, ચલણનો ઈતિહાસ જોરદાર વિકાસ દર્શાવે છે. જેમ જેમ મનુષ્યનો વિકાસ થયો. તેમ તેમ આપણી લેવડદેવડની રીતમાં પરિવર્તન આવ્યું. વસ્તુ વિનિમય પ્રણાલીથી ધાતુ સુધી, સિક્કાથી લઈને નોટ સુધી, ચેકથી લઈને કાર્ડ સુધી, આજે આપણે અહીં પહોંચી ગયા છે.

આ પણ વાંચો- મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ કાંગથોંગ, ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં બનાવી ધૂન

ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા

ઈન્ફિનિટી ફોરમ (InFinity Forum)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે, ગયા વર્ષે ભારતમાં મોબાઈલ ચૂકવણીએ પહેલી વખત એટીએમ રોકડ ઉપાડને પાર કર્યું હતું. કોઈ ભૌતિક શાખા કાર્યાલય વગર સંપૂર્ણ રીતે ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા (Digital banking is a reality today) છે અને એક દાયકાથી પણ ઓછા સમયમાં આ વાત સામાન્ય થઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પોતાના અનુભવો અને વિશેષતાને વિશ્વની સાથે શેર કરવા અને તેમનાથી શિખવામાં પણ વિશ્વાસ કરીએ છીએ.

ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ નાગિરકોના જીવનને ઉત્તમ બનાવી શકે છે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આપણા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ (Digital Public Infrastructure Solutions) વિશ્વભરના નાગરિકોના જીવનને ઉત્તમ બનાવી શકે છે. ઈન્ફિનિટી ફોરમ (InFinity Forum)માં વડાપ્રધાને કહ્યું હતું કે, હવે ફિનટેક પહેલને ફિનટેક ક્રાન્તિમાં બદલવાનો સમય આવી ગયો છે. એક ક્રાંતિ જે દેશના દરેક નાગરિકને નાણાકીય સશક્તિકરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો- cyclone jawad 2021 : ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત અંગે વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

આજે અને કાલે (4 ડિસેમ્બરે) 2 દિવસ ઈન્ફિનિટી ફોરમ

આપને જણાવી દઈએ કે, ઈન્ફિનિટી ફોરમ (InFinity Forum), ફિન ટેક પર એક વિચારશીલ નેતૃત્વકારી ફોરમ છે. આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટી (IFSCA) દ્વારા ભારત સરકારના આશ્રય હેઠળ કરવામાં આવી રહ્યું છે. આયોજનમાં ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) (InFinity Forum GIFT City) (Gujarat International Finance Tech-City) અને બ્લૂમબર્ગ સહયોગ કરી રહ્યા છે. કાર્યક્રમ આજે અને 4 ડિસેમ્બરે યોજાશે. ફોરમની પહેલા આયોજનમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશ છે. ઈન્ફિનિટી ફોરમ (InFinity Forum)ના માધ્યમથી નીતિ, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિશ્વના પ્રખ્યાત પ્રતિભાઓ એકસાથે આવશે અને આ વાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે કે, કઈ રીતે ટેક્નોલોજી અને નવીનતાને ફિન ટેક ઉદ્યોગમાં ઉપયોગ કરી શકાય છે, જેથી સમાવેશી વિકાસ થાય અને મોટા પાયે સૌની સેવા થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.