ETV Bharat / bharat

PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે (PM Modi US Tour) જાય તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમય દરમિયાન તે વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક જશે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડેને સત્તા સંભાળી ત્યારથી PM મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત હશે. હાલમાં PM મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર ચાલ્યું તો તે 22 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે.

PM મોદી
PM મોદી
author img

By

Published : Sep 10, 2021, 8:59 AM IST

  • વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક
  • 22 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે વડાપ્રધાન મોદી
  • બંને માર્ચમાં ક્વાડ સમિટમાં પહેલી વખત મળ્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાના અંતમાં અમેરિકાની મુલાકાત લઇ શકે છે. જો બાઇડેન વહીવટીતંત્ર દ્વારા ક્વાડ જૂથના નેતાઓનું પ્રથમ સીધું શિખર સંમેલન યોજવાના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.

રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક

તેમણે કહ્યું કે, મુલાકાતની સંભવિત તારીખ 22-27 સપ્ટેમ્બરની વચ્ચે હશે અને તૈયારીઓ ત્રણ વિભાગો પર કેન્દ્રિત હશે - ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં મોદીનું સંબોધન, વોશિંગ્ટનમાં પ્રસ્તાવિત ક્વાડ સમિટમાં તેમની ભાગીદારી અને રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક.જો કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાના અચાનક પદ છોડવાથી અમેરિકાને ક્વાડ સમિટનું આયોજન કરવા અંગે અનિશ્ચિતતા ઉભી કરી. તેમણે કહ્યું કે, અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્વાડ જૂથના દેશોના નેતાઓ વચ્ચે વોશિંગ્ટનમાં ક્વાડ સમિટ યોજવા અંગેની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને મોદીની અમેરિકાની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત

PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ પહેલા આ બંને નેતાઓ વર્ચ્યુઅલ સમિટમાં ઓછામાં ઓછા ત્રણ વખત મળ્યા છે. આ બંને માર્ચમાં ક્વાડ સમિટમાં પહેલી વખત મળ્યા હતા. આ પછી, બંને એપ્રિલ મહિનામાં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દરમિયાન મળ્યા હતા. આ બંને નેતાઓ છેલ્લી વખત આ વર્ષે જૂનમાં G-7 બેઠકમાં મળ્યા હતા. G-7 દરમિયાન મોદી બ્રિટનમાં જો બાઇડનને મળી શક્યા હોત, પરંતુ ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે તેઓ જઈ શક્યા નહીં.

આ એજન્ડા પર થશે ચર્ચા
અફઘાનિસ્તાન (Afghanistan) ની તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ બહુ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત ઉપરાંત પીએમ મોદી અમેરિકાના કેટલાક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. એક શક્યતા એવી પણ છે કે, પીએમ મોદી ચીન મુદ્દે પણ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી શકે છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ચીન મુદ્દે વાતચીત થઈ શકે છે. તો બંને દેશ હિન્દ-પ્રશાંત પર મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાના પ્રયાસ કરીશું. માનવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદીની આ મુલાકાત વિશેષ બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.