ETV Bharat / bharat

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર

પીએમ મોદી (pm modi)એ મધ્ય પ્રદેશ (madhya pradesh)માં પુનઃવિકસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (rani kamlapati railway station)નું ઉદ્ઘાટન કર્યું છે. આ તક પર પીએમ મોદીએ કહ્યું છે કે, ભોપલ (bhopal)માં એક ઐતિહાસિક સ્ટેશનનો કાયાપલટો થયો છે. જણાવી દઇએ કે, ખાનગી અને સરકારી ભાગીદારીથી નિર્મિત આ સ્ટેશનને ફરી બનાવવામાં 450 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર
રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર
author img

By

Published : Nov 15, 2021, 6:29 PM IST

  • ભોપાલમાં હબીબગંજ સ્ટેશન હવે રાણી કમલાપતિના નામે ઓળખાશે
  • પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી દેખાડી
  • રાણી કમલાપતિ સ્ટેશનની મેટ્રોથી કનેક્ટિવિટી કરવામાં આવી

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) ભોપાલ (bhopal)ના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi)એ આજે કમલાપતિ સ્ટેશન (rani kamplapati railway station)નું લોકાર્પણ કર્યું. આ તક પર પીએમ મોદીએ લીલી ઝંડી દેખાડીને ટ્રેનને રવાના પણ કરી. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના હબીબગંજ (madhya pradesh habibganj) સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે. આ તક પર પીએમ મોદીએ જણાવ્યું કે, રેલવે સ્ટેશનથી રાણી કમલાપતિનું નામ જોડાવાથી આનું ગૌરવ વધી ગયું છે.

સ્ટેશન પર ભીડ અને ગંદગીથી લોકો ચિંતિત હતા

તેમણે જણાવ્યું કે, મહાકાલની નગરી ઉજ્જૈન (ujjain) અને દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર (indore)માં મેમૂ જવાથી લોકોને લાભ થશે. તેમણે જણાવ્યું કે, 6 વર્ષ પહેલા લોકો રેલવેને કોસતા હતા. સ્ટેશન પર ભીડ અને ગંદગીથી લોકો ચિંતિત હતા. તો લોકોએ આના બદલાવની આશા છોડી દીધી હતી. પીએમએ કહ્યું, લોકોને ટ્રેનની અંદર પણ સુરક્ષાની ચિંતા રહેતી હતી, પરંતુ અમારી મહેનતના પરિણામ આવવા લાગ્યા છે.

હબીબગંજ રેલવે સ્ટેશન રાણી કમલાપતિ

પીએમે જણાવ્યું કે, યાત્રીઓએ બિનજરૂરી ભાગદોડ નહીં કરવી પડે. તેમણે કહ્યું કે, રાણી કમલાપતિ સ્ટેશનની મેટ્રોથી કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે. ભોપાલમાં હબીબગંજ સ્ટેશન (bhopal habibganj railway station)નું બોર્ડ હટાવીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવી દીધું છે. શનિવારના જ હબીબગંજ સ્ટેશનનું નામ વિધિવત રીતે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન થઈ ગયું છે.

આજે ભારત પોતાનો પહેલો જનજાતિય ગૌરવ દિવસ ઉજવી રહ્યું છે

ભોપાલના જંબૂરી મેદાનમાં આયોજિત જનજાતીય ગૌરવ દિવસ મહાસંમેલનમાં PM મોદી સામેલ થયા. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું છે કે, તમામને ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર ઘણી શુભકામનાઓ. આજનો દિવસ આખા દેશ માટે, તમામ જનજાતિય સમાજ માટે ઘણો મોટો દિવસ છે. આજે ભારત પોતાનો પહેલો જનજાતિય ગૌરવ દિવસ મનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં આખા દેશમાં જનજાતીય સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને ગૌરવની સાથે યાદ કરવામાં આવી રહ્યું છે. તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

જનજાતીય સમાજનું ભારતની સંસ્કૃતિને મજબૂત કરવામાં મોટું યોગદાન

પીએમ મોદીએ કહ્યું કે, હું આજે અહીં મધ્યપ્રદેશના જનજાતીય સમાજનો આભાર પણ વ્યક્ત કરવા ઇચ્છુ છું. છેલ્લા અનેક વર્ષોમાં નિરંતર અમને તમારો સ્નેહ, તમારો વિશ્વાસ મળ્યો છે. આ સ્નેહ દરેક ક્ષણે મજબૂત થતો જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આજે જ્યારે અમે રાષ્ટ્રીય મંચેથી, રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના યોગદાનની ચર્ચા કરીએ છીએ તો કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે. આવા લોકોને વિશ્વાસ જ નથી થતો કે જનજાતીય સમાજનું ભારતની સંસ્કૃતિને મજબૂત કરવામાં કેટલું મોટું યોગદાન રહ્યું છે.

આઝાદી બાદ સ્વાર્થની રાજનીતિને પ્રાથમિકતા આપવામાં આવી

વડાપ્રધાને કહ્યું છે કે, આનું કારણ એ છે કે જનજાતીય સમાજના યોગદાન વિશે યા તો દેશને જણાવવામાં જ નથી આવ્યું અને જો જણાવવામાં પણ આવ્યું હોય તો ઘણા જ સીમિત પ્રમાણમાં આ જાણકારી આપવામાં આવી. આવું એ કારણે થયું, કેમકે આઝાદી બાદ દાયકાઓ સુધી જેમણે દેશમાં સરકાર ચલાવી, તેમણે પોતાની સ્વાર્થ ભરી રાજનીતિને પ્રાથમિકતા આપી. આદિવાસી સમાજને યોગ્ય મહત્વ ના આપીને પહેલાની સરકારોએ જે અપરાધ કર્યો છે, તેના પર સતત બોલવું જરૂરી છે.

જનજાતિય સમાજમાં પ્રતિભાની ક્યારેય કોઈ ઉણપ રહી નથી

તેમણે જણાવ્યું કે, દેશનું જનજાતિય ક્ષેત્ર સંસાધનો તરીકે હંમેશા સમૃદ્ધ રહ્યું છે, પરંતુ જેઓ સરકારમાં રહ્યા તેઓ આ ક્ષેત્રોના શોષણની નીતિ પર ચાલ્યા. અમે આ ક્ષેત્રોના સામર્થ્યના યોગ્ય ઉપયોગની નીતિ પર ચાલી રહ્યા છે. જનજાતિય સમાજમાં પ્રતિભાની ક્યારેય કોઈ ઉણપ રહી નથી, પરંતુ દુર્ભાગ્યથી પહેલાની સરકારોમાં આદિવાસી સમાજને તકો આપવા માટે જે જરૂરી ઇચ્છાશક્તિ જોઇએ તે ઘણી ઓછી હતી.

આ પણ વાંચો: Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

આ પણ વાંચો: 2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.