ETV Bharat / bharat

Chennai Airport: PM મોદીએ ચેન્નઈ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. દક્ષિણ ભારતની કોલમ પેટર્નને દર્શાવતી છતને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવી છે. છતની ડિઝાઇન ભરતનાટ્યમથી પ્રેરિત છે. થાંભલાઓને પામ વૃક્ષની વિઝ્યુઅલ ઈફેક્ટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

થાંભલાઓને પામ વૃક્ષની વિઝ્યુઅલ ઈફેક્ટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

author img

By

Published : Apr 8, 2023, 8:23 PM IST

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 1,260 કરોડના ખર્ચે બનેલ નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇમારત ખાસ કરીને રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને દર્શાવે છે.

મુસાફરોની સંખ્યામાં થશે વધારો: સરકારે કહ્યું છે કે આ નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ સાથે એરપોર્ટની પેસેન્જર સર્વિસ ક્ષમતા પ્રતિ વર્ષ 23 મિલિયન પેસેન્જર્સથી વધીને 30 મિલિયન પેસેન્જર્સ થઈ જશે. નવું ટર્મિનલ સ્થાનિક તમિલ સંસ્કૃતિનું આકર્ષક પ્રતિબિંબ છે. જેમાં રંગોળી, સાડીઓ, મંદિરો અને અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. જે કુદરતી વાતાવરણને પ્રકાશિત કરે છે.

છતની ડિઝાઇન ભરતનાટ્યમથી પ્રેરિત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ જણાવ્યું હતું કે થાંભલાઓને પામ વૃક્ષની વિઝ્યુઅલ ઈફેક્ટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. દક્ષિણ ભારતની કોલમ પેટર્નને દર્શાવતી છતને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવી છે અને છતની ડિઝાઇન ભરતનાટ્યમથી પ્રેરિત છે.

આ પણ વાંચો: PM Modi Telangana Visit: પીએમ મોદીએ તેલંગાણા સરકારને વિકાસ યોજનાઓમાં અવરોધ ન મૂકવાની અપીલ કરી

પીએમ મોદીનું સ્વાગત: આ દરમિયાન નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિત અન્ય નેતાઓ હાજર હતા. વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન સ્ટાલિનનો હાથ પકડીને ટર્મિનલની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, રાજ્યપાલ આર.કે. એન. રવિ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: PM Modi visits Hyderabad: પીએમ મોદીએ સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી: ચેન્નાઈ પહોંચતા પહેલા પીએમ મોદીએ તેલંગાણાના હૈદરાબાદમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ફરકાવવાની સાથે જનસભાને પણ સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન તમિલનાડુની રાજધાની અને પશ્ચિમી ઔદ્યોગિક શહેર વચ્ચેનો મુસાફરીનો સમય એક કલાકથી વધુ ઘટાડવાની ધારણા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.