- કેન્દ્રીય મંત્રી મંડળના બદલાવ અંગે યોજાશે બેઠક
- શાહ અને બી.એલ. સંતોષે વડાપ્રધાન સાથેની બેઠકમાં જોડાશે
- મંત્રી મંડળમાં ફેરબદલ અંગે બુધવાર સુધીમાં શપથ ગ્રહણની શક્યતા
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મંડળમાં બદલાવ અંગે મોદી (PM Narendra Modi)ની બેઠક પ્રધાન પરિષદના વિસ્તરણને લગતી વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજવામાં આવશે. અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે વડા પ્રધાન સાથે તેમના નિવાસસ્થાન પર કેટલાક કલાકો સુધી ચર્ચા કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ટૂંક સમયમાં મંત્રી મંડળમાં ફેરબદલ થવાની પ્રબળ સંભાવના છે અને બુધવાર સુધીમાં શપથ ગ્રહણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ PM મોદીએ અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથે યોજી બેઠક
પ્રધાન પરિષદમાં ફેરબદલ થવાની પ્રબળ સંભાવના
મંત્રી મંડળમાં ફેરબદલ થવાની પ્રબળ સંભાવના અને બુધવાર સુધીમાં શપથ ગ્રહણ લેવાઇ શકે છે. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો વડા પ્રધાન બદલાવ કરે તો મે 2019 માં વડા પ્રધાન (PM) તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી મંત્રી મંડળનો આ પહેલું વિસ્તરણ હશે. આસામના પૂર્વ મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ મોદીને સંભવિત લોકોમાં માનવામાં આવે છે, જે પ્રધાનોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
આ પણ વાંચોઃ PM Modi meeting: બુધવારે મળશે પ્રધાનોની બેઠક, કોવિડ તેમજ પ્રધાનોનું મૂલ્યાંકન થવાની સંભાવના
ફેરબદલમાં ઉત્તરપ્રદેશને ખાસ લાભ મળી શકે છે.
આ ફેરબદલમાં ઉત્તરપ્રદેશને ખાસ લાભ મળી શકે છે. કારણ કે, આવતા વર્ષે શરૂઆતમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે અને રાજકીય રીતે દેશનું સૌથી મહત્વપૂર્ણ રાજ્ય પણ માનવામાં આવે છે. આ વિસ્તરણમાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ પણ વધી શકે છે. માનવામાં આવે છે કે ભાજપના સહયોગી અને AAP દળને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામ વિલાસ પાસવાનનું ગયા વર્ષે નિધન થયું હતું અને આવી સ્થિતિમાં બધાની નજર તેમના ભાઈ પશુપતિ કુમાર પારસને પ્રધાન બનાવવામાં આવે છે કે નહીં તેની પર છે.