ETV Bharat / bharat

PM Modi Hold Cabinet Meeting: PM મોદીએ બોલાવી બેઠક, Omicron પર ચર્ચા થવાની આશા

સમગ્ર દેશમાં કોરોના (Covid-19 new cases) અને તેના નવા વેરિઅંન્ટ ઓમિક્રોનના વધતા જોખમોને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Council Of Ministers)આજે કેબિનેટની(PM Modi Hold Cabinet Meeting) બેઠક યોજશે.

PM Modi Hold Cabinet Meeting: PM મોદીની આજે કેબિનેટની બેઠક, Omicron પર ચર્ચા થવાની આશા

author img

By

Published : Dec 29, 2021, 12:35 PM IST

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના (Omicron Cases in India) અને તેના નવા વેરિઅંન્ટ ઓમિક્રોનના વધતા જોખમોને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Council Of Ministers) આજે કેબિનેટની બેઠક (PM Modi Hold Cabinet Meeting) યોજશે. આ બેઠક લગભગ બપોરે 4 વાગ્યે થવાની સંભાવના છે.

ઓમિક્રોનના વધતા કેસ અંગે ચર્ચા

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીને રોકવા અને ઓમિક્રોનના વધતા કેસ અંગે ચર્ચા કરી શકે છે. આ સાથે, તેનુ નિવારણ કરવા માટેના એક્શન પ્લાન તૈયાર કરવા પર પણ ચર્ચા કરી શકે છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં મોટાભાગના પ્રધાનો હાજરી આપશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.

ભારતમાં 'ઓમિક્રોન'ના 781 કેસ

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ(Covid-19 new cases) 'ઓમિક્રોન'ના 781 કેસ (omicron new cases) નોંધાયા છે, જેમાંથી 241 લોકો સાજા થયા છે, આ કેસ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આજે બુધવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 'ઓમિક્રોન'(Omicron)ના સૌથી વધુ 238 કેસ છે, મહારાષ્ટ્રમાં 167, ગુજરાતમાં 73, કેરળમાં 65 અને તેલંગાણામાં 62 કેસ છે.

સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,08,886 થઈ

મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 9,195 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,08,886 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 77,002 થઈ ગઈ છે, વધુ 302 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,80,592 થયો છે.

દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા

દેશમાં સતત 62 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 15.000થી ઓછા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 77,002 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.22 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,546નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો:

Covid Vaccine Third Jab : કોરોના રસીના ત્રીજા ડોઝ માટે ડૉક્ટરના પ્રમાણપત્રની જરૂર નથી: આરોગ્ય મંત્રાલય

Mask Awareness Campaign : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માસ્ક અંગે અનોખું જાગૃતિ અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.