ETV Bharat / bharat

Chandrayaan-3 News: વડાપ્રધાને ચંદ્રયાન-3 મિશનના મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 2:41 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગાલુરૂ સ્થિત ઈસરો કમાંડ સેન્ટર પર પહોંચ્યા છે. તેમણે ચંદ્રયાન-3 સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની ખાસ પ્રશંસા કરી. વાંચો સમગ્ર વડાપ્રધાને મહિલા વૈજ્ઞાનિકોને કેવી રીતે બિરાદવ્યા.

વડાપ્રધાને ચંદ્રયાન-3 મિશનની મહિલા વૈજ્ઞાનિકોને પાઠવી શુભેચ્છા

બેંગાલુરૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગાલુરૂ સ્થિત ઈસરોની મુલાકત લીધી. વડાપ્રધાને અહીં ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્ષમાં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવ્યા. ખાસ કરીને ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલ મહિલા વૈજ્ઞાનિકોનું વડાપ્રધાન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. વડાપ્રધાને આ મિશનના મહિલા વૈજ્ઞાનિકોના યોગદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

  • In the success of Chandrayaan-3 lunar mission, our women scientists, the country's Nari Shakti have played a big role. pic.twitter.com/iTD82erd9s

    — PMO India (@PMOIndia) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથીઃ વડાપ્રધાને ઈસરો અને ભારતને મળેલી આ સફળતા આવનારી પેઢીઓને વિજ્ઞાન પ્રત્યે ગંભીરતાથી વિચારવા પ્રેરણા આપશે તેવું કહ્યું. લોકોનું કલ્યાણ એ જ આપણી સર્વોચ્ચતમ પ્રતિબદ્ધતા છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ દેશને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. બેંગાલુરૂના ઈસરો સેન્ટરમાં વડાપ્રધાને કહ્યું કે હવે ભારત ચંદ્ર પર છે. આ મિશન આપણા અંતરિક્ષ અનુસંધાન અને કાર્યક્રમની શક્તિને પ્રદર્શિત કરે છે. આપણે આપણા દેશના ગૌરવ એવા તિરંગાને પણ ચંદ્ર પર સ્થાપિત કર્યો છે.

Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb

— Narendra Modi (@narendramodi) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આજનું ભારત નિર્ભય ભારતઃ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસામાં તેમણે કહ્યું કે કોઈ જ્યાં પહોંચ્યું ન હતું ત્યાં તમે આપણને પહોંચાડી દીધા. આ આજનું ભારત છે. આ એક નિર્ભય ભારત છે. આ નવા અને અભિનવ વિચારોથી સજ્જ ભારત છે. આપણી વિચારધારા બદલાઈ ગઈ છે. આ એ ભારત છે જે ચંદ્રના અંધારા વિસ્તારમાંથી સમગ્ર વિશ્વને આશાનું કિરણ આપી રહ્યું છે.

અવિસ્મરણિય ક્ષણઃ આજનું ભારત 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ રજૂ કરતું ભારત છે. આપણુ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યુ તે સિદ્ધિની ઉજવણી ન માત્ર ઈસરો પરંતુ સમગ્ર ભારત અને દેશ બહાર વસતા ભારતીયોએ પણ કરી છે. આ ક્ષણને કોણ ભૂલી શકે? (એએનઆઈ)

  1. Chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થીનો મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક...
  2. National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત

બેંગાલુરૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગાલુરૂ સ્થિત ઈસરોની મુલાકત લીધી. વડાપ્રધાને અહીં ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્ષમાં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવ્યા. ખાસ કરીને ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલ મહિલા વૈજ્ઞાનિકોનું વડાપ્રધાન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. વડાપ્રધાને આ મિશનના મહિલા વૈજ્ઞાનિકોના યોગદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

  • In the success of Chandrayaan-3 lunar mission, our women scientists, the country's Nari Shakti have played a big role. pic.twitter.com/iTD82erd9s

    — PMO India (@PMOIndia) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથીઃ વડાપ્રધાને ઈસરો અને ભારતને મળેલી આ સફળતા આવનારી પેઢીઓને વિજ્ઞાન પ્રત્યે ગંભીરતાથી વિચારવા પ્રેરણા આપશે તેવું કહ્યું. લોકોનું કલ્યાણ એ જ આપણી સર્વોચ્ચતમ પ્રતિબદ્ધતા છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ દેશને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. બેંગાલુરૂના ઈસરો સેન્ટરમાં વડાપ્રધાને કહ્યું કે હવે ભારત ચંદ્ર પર છે. આ મિશન આપણા અંતરિક્ષ અનુસંધાન અને કાર્યક્રમની શક્તિને પ્રદર્શિત કરે છે. આપણે આપણા દેશના ગૌરવ એવા તિરંગાને પણ ચંદ્ર પર સ્થાપિત કર્યો છે.

  • Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb

    — Narendra Modi (@narendramodi) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આજનું ભારત નિર્ભય ભારતઃ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસામાં તેમણે કહ્યું કે કોઈ જ્યાં પહોંચ્યું ન હતું ત્યાં તમે આપણને પહોંચાડી દીધા. આ આજનું ભારત છે. આ એક નિર્ભય ભારત છે. આ નવા અને અભિનવ વિચારોથી સજ્જ ભારત છે. આપણી વિચારધારા બદલાઈ ગઈ છે. આ એ ભારત છે જે ચંદ્રના અંધારા વિસ્તારમાંથી સમગ્ર વિશ્વને આશાનું કિરણ આપી રહ્યું છે.

અવિસ્મરણિય ક્ષણઃ આજનું ભારત 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ રજૂ કરતું ભારત છે. આપણુ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યુ તે સિદ્ધિની ઉજવણી ન માત્ર ઈસરો પરંતુ સમગ્ર ભારત અને દેશ બહાર વસતા ભારતીયોએ પણ કરી છે. આ ક્ષણને કોણ ભૂલી શકે? (એએનઆઈ)

  1. Chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થીનો મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક...
  2. National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.