અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો (Pm Modi Gujarat Visit) બીજો દિવસ છે. અંદાજિત 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ મોદી શિક્ષણ સંકુલનું (Ahmedabad Modi Shikshan Sankul) લોકાર્પણ કર્યુ હતું. અમદાવાદના છારોળી ખાતે મોદી શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન પૂર્ણશ મોદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘણી હાજર રહ્યા હતા. 6000 ચોરસ વારમાં મોદી શિક્ષણ સંકુલ તૈયાર કરાયું છે.
દુનિયામાં મારૂ નામ છે: આ કાર્યક્રમ નીમિત્તે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જનરલ કરિઅપ્પાના સ્વાગત માટે ગામના લોકોએ કાર્યક્રમ ગોઠવ્યો છે. ત્યાં એમને કહ્યું કે, દુનિયામાં મારૂ નામ છે એ સ્વાભાવિક છે. જીવનમાં પહેલી વાર જ્યારે ગામના લોકો સ્વાગત કરે એ મારા માટે મોટી વાત છે. મારા શિલાન્યાસ માટે હું અહીં આવ્યો હતો. નરહરીભાઈએ કહ્યું કે, અમારો સમાજ હોય તો આટલી મિનિટમાં સો કરોડ ભેગા થયા હોય આટલો નાનકડો સમાજ અત્યંત સામાન્ય જીવન જીવતા લોકો આ કામ મોટું અને ભગીરથ હતું.
હું પ્રજાને અભિનંદન આપું છું કે, કામ સાકાર થયું. એ વાત સાચી છે કે, સાંધા ટૂંકા પડવાને સમયસર કામ પૂર્ણ ન થયું પણ બધાએ ભેગા મળીને આ કાર્યને પ્રાથમિકતા આપી. દુનિયામાં ક્યાંક અભ્યાસ કરો એ સમાજ જ આગળ આવ્યા છે. જે સમાજને શિક્ષણને પ્રાથમિકતા આપી છે. આપણા સમાજમાંથી કોઈ તલાટી બન્યો હોય એવું લાગતું કે આ ક્લેકટર છે. એવી આપણી પૃષ્ઠભૂમિ હોય છે. ડૉક્ટર અને એન્જિનીયર તો માંડ દેખાય છે. આજે સમાજમાં પોતાની મેળે આગળ આવનારા લોકો જોવા મળે છે.
આ વ્યક્તિઓ સમાજની તાકાત બને છે. કોઈ પણ બીજું કામ કરવાને બદલે શિક્ષણનું કામ કર્યું એ મોટી વાત છે. દિશા અને રસ્તો સાચો છે. આ જ રસ્તે સમાજ કલ્યાણ શક્ય બનશે. સમાજ વેરવિખેર હોય, ગામોગામ પથરાયેલો હોય. ખાસ એની નોંધ કોઈ લે નહીં. આ સમાજનો એવો સ્વાભવ રહ્યો છે. આ સમાજ કોઈને નડ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. આ એક ગૌરવની વાત છે. અપમાન સહન કર્યા હશે. હકનું જતુ કર્યું છે. છતાં કોઈને નડ્યા નથી.
સમાજનો દીકરો: જ્યારે મને પ્રવિણભાઈએ મને કહ્યું ત્યારે મેં કહ્યું કે, કંઈ ભેગું કરી શકાય છે પણ અહીં બધા થયા એ મોટી વાત છે. કળયુગમાં સગઠન જ મોટી શક્તિ છે. બાકી બધી શક્તિ પછી. સમાજ સંગઠિત હોય કોઈને નડવા માટે ન હોય પણ સમાજે કંઈક કરી બતાવવા ભેગા થવાનું હોય. વ્યક્તિગત રીતે સ્વીકારૂ છું અને આભારી છું. કોઈએ એની નોંધ નહીં લીધી હોય. કારણ કે આપણે એવી કોઈ પ્રકૃતિમાં નથી. આ જ સમાજનો દીકરો ગુજરાતમાં લાબામાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યો હોય. વડાપ્રધાન બનાવ્યો હોય. મારા લાંબા ગાળાના વહીવટની જવાબદારી વચ્ચે સમાજનો એક પણ વ્યક્તિ એક પણ કામ લઈને મારી પાસે નથી આવ્યો. આ કોઈ નાની વાત નથી. સમાજે મને એક પ્રકારને આમ કરીને મોટી તાકાત આપી છે.
સમાજને આપણે ક્યાંક નડયા નહીં: મારો પરિવાર પણ મારાથી જોજન દૂર રહ્યો છે. એના કારણે સમાજને આપણે ક્યાંક નડયા નહીં એમ મારે પણ કોઈને નડવું પડ્યું નથી. આ વાત નાની લાગે પણ સમજવાનો વિષય છે. આ સમાજના એવા કેવા સંસ્કાર હશે. હવે મોકો મળ્યો છે પાડી દો એવો રસ્તો પસંદ કર્યો નથી. એટલે આ સમાજને સો સો સલામ છે. આ સમાજને આદરપૂર્વક વંદન કરૂ છું. મિત્રો. પ્રોફેશનલ કોર્ષીસમાં આપણી નવી પેઢી જાય એ આનંદ વાત છે. પણ ઘણી વાર શક્ય ન બને.
મારી સલાહ છે કે, બાળકને આગળ લઈ જઈ શકીએ એમ નથી. પણ એના સ્કિલ ડેવલપમેન્ટમાં એને તૈયાર કરવા પ્રયાસ કરજો. એના કૌશલ્યને ઓછું ન આંકતા. એક કે બે વર્ષનો સ્કિલ ડેવલપમેન્ટનો કોર્ષ કર્યો હશે. ડિગ્રી વાળા કરતા હુનરવાળાની તાકાત વધવાની છે. આ કૌશલ્ય અને સામાર્થ્ય પ્રાપ્ત કરીએ. મને યાદ છે એકવાર સિંગાપોરમાં મારો કાર્યક્રમ. સમયની ખેંચ હતી. પણ ત્યાંના પ્રધાનમંત્રીનો આગ્રહ હતો. એક શૈક્ષણિક સંસ્થા જોવાનો એમનો આગ્રહ હતો. હું એડજસ્ટ કરીને ગયો. નાનકડી આઈટીઆઈ બનાવી હતી. પણ ગયા પછી મેં જોયું કે, એટલી ભવ્ય અને આધુનિક. એને કહ્યું પહેલા સિંગાપોરમાં બધા આઈટીઆઈમાં ભણવાની વાત આવે એટલે કે ક્યાંક એડમિશન ન મળ્યું એટલે કરતો હતો. પણ સંસ્થા બન્યા પછી સ્થિતિ એ છે કે, આજે સમૃદ્ધ પરિવાર લાઈનમાં ઊભા હોય છે. એની પ્રતિષ્ઠા વધારી અને સમાજમાં એનું મહત્ત્વ વધાર્યું છે. મોટાપાયે આ સ્કિલ ડેવલપમેન્ટમાં આવવાનું મન થાય છે. શ્રમની પ્રતિષ્ઠા ન કરીએ, શ્રમ કરનારને નાનો ગણીએ. આ તો ઠીક છે પેલા ખૂબ મોટા. શ્રમની પણ એક શક્તિ હોય છે. સમાજનો મોટો વર્ગ મહેનત કરીને ખાનારો વર્ગ છે. આપણે ગૌરવ છે આપણે કોઈ સમાજ માટે ખોટું નથી કર્યું. આ વાતનો આનંદ છે. મને ચોક્કસ ખાતરી છે કે, આવનારી પેઢી ગૌરવ અને સન્માનભેર પ્રગતિ કરી શકશે.
જે ખરેખર મંચ પર બેસનારા હકદાર છે એ નીચે બેઠા છે. પણ સરકારના એવા નિયમ હોય છે કે, એ બધું અગવડ તમને પણ પડી હશે. આ અગવડ માટે હું સમાજનું સંતાન છું માફી માંગવાનો હક છે. તમે મને બોલાવ્યો અને આવવાનો અવસર મળ્યો એમનો પણ સમાજ માટે આભારી છું.