- અલગ-અલગ રાજ્યો માટે 35 ઑક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સાથેના ખાસ લગાવ વિશે વાત કરી
- PMએ યોગ અને આયુર્વેદ માટે ઉત્તરાખંડના યોગદાનને યાદ કર્યું
ઋષિકેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઋષિકેશ એમ્સથી દેશના અલગ-અલગ રાજ્યો માટે 35 ઑક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડથી તેમના ખાસ લગાવ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડે તેમના જીવનની દશા બદલી દીધી. PM મોદીએ જણાવ્યું કે, જે ધરતીએ તેમને આટલું બધું આપ્યું, ત્યાં આવવાને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. હિમાલયની ધરતી ત્યાગનો રસ્તો બતાવે છે. અહીં આવીને તેમનો ઇરાદો વધારે મજબૂત થયો છે. વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડ આવીને વધારે શક્તિ મળે છે. PMએ યોગ અને આયુર્વેદ માટે ઉત્તરાખંડના યોગદાનને યાદ કર્યું.
આયાતકારથી નિકાસકાર સુધીની સફર
વડાપ્રધાને કહ્યું કે, જે ધરતીથી યોગ અને આયુર્વેદ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાથી તેમને ઘણો જ આનંદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાનો જેવી રીતે આપણે સામનો કર્યો, દુનિયા તેને ઘણા જ ધ્યાનથી જોઇ રહી છે. તેમણે કહ્યું કે, જે રીતે આપણે કોરોનાથી લડ્યા એ આપણા સામર્થ્યને બતાવે છે. PM મોદીએ કહ્યું કે, આયાતકારથી નિકાસકાર સુધીની સફર આપણી સફળતાની વાર્તા ખુદ કહી રહી છે.
દુનિયાનું સૌથી મોટું અને ઝડપી રસીકરણ
તેમણે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા અને ઝડપી રસીકરણને આપણે કરી બતાવ્યું. આ આપણે સંકલ્પ શક્તિ અને ઇચ્છાશક્તિની સાથે એકતાનું ઉદાહરણ છે. ઑક્સિજનનો સપ્લાયથી લઇને વેક્સિન સુધી બંને પડકારો દેશ સામે આવતા રહ્યા. દેશ આની સામે કેવી રીતે લડ્યો એ જાણવું-સમજવું દરેક દેશવાસી માટે જરૂરી છે. PMએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં આપણા દેશમાં 900 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. ડિમાન્ડ વધવાથી આપણે 10 ઘણાથી વધારે વધાર્યું. આ દુનિયાના કોઈપણ દેશ માટે અકલ્પનીય લક્ષ્ય હતું, પરંતુ ભારતે આ મેળવીને બતાવ્યું.
પડકારોને પહોંચી વળવા માટે દેશે યુદ્ધ સ્તર પર કામ કર્યું
PM મોદીએ કહ્યું કે, ઑક્સિજનના પ્રોડક્શનની સાથે જ તેનું ટ્રાન્સફોર્મેશન કેટલું પડકારજનક હોય છે. આ પડકારનો પણ આપણે સફળતાપૂર્વક સામનો કર્યો. PM મોદીએ કહ્યું કે, લોજિસ્ટિકના આટલા પડકારોને પહોંચી વળવા માટે દેશે યુદ્ધ સ્તર પર કામ કર્યું. ઋષિકેશ એમ્સના કાર્યક્રમમાં આવનારી વિધાનસભા ચૂંટણીને પણ વડાપ્રધાન મોદીએ ઘણી જ નરમાશથી સ્પર્શ કર્યો. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે, ઉત્તરાખંડ બનાવવા માટે અટલ બિહારી વાજપેયીજીએ પગલું ઉઠાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્મોડા, પિથોરાગઢ અને હરિદ્વારમાં બની રહેલી મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કર્યો.
કેદારનાથ ધામના પુન: નિર્માણ કાર્યોની સતત સમીક્ષા
PM મોદીએ કહ્યું કે, કેદારનાથ ધામમાં વધુ વિકાસ કામો થઈ રહ્યા છે. ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, હું કેદારનાથ ધામના પુન: નિર્માણ કાર્યોની સતત સમીક્ષા કરી રહ્યો છું. હું ડ્રોન કેમેરાથી કેદારનાથની કૃતિઓ જોઈ રહ્યો છું. એટલું જ નહીં, જ્યારે ઓલ વેધર રોડ તૈયાર થઈ જશે, ત્યારે દેશ અને દુનિયામાંથી આવતા લોકો માટે મોટી સગવડ અને ભેટ હશે. PM મોદીએ કહ્યું કે, ગઢવાલ અને કુમાઉંના વિકાસ કાર્યોમાં ઓલ વેધર રોડ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન ઉત્તરાખંડમાં પણ ઇતિહાસ રચશે. એટલું જ નહીં, ઉત્તરાખંડ એર કનેક્ટિવિટીમાં પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. દહેરાદૂન એરપોર્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
મુખ્યપ્રધાન ધામીની PM મોદીએ કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પુષ્કર સિંહ ધામીના હાથમાં ઉત્તરાખંડ આગળ વધી રહ્યું છે. પાણીની કનેક્ટિવિટીને લઇને પણ ઉત્તરાખંડમાં સ્થિતિ ઘણી જ સારી છે. અહીંની મહિલાઓને આનાથી ઘણી જ સહાયતા મળી છે અને તેમનું જીવન સરળ બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2019થી પહેલા 1,20,000 લોકોના ઘરોમાં જળ જીવન મિશન હેઠળ પાણી હતું, પરંતુ હવે 2 વર્ષની અંદર 7,10,000થી વધારે લોકોની પાસે પાણીના કનેક્શન પોતાના ખુદના છે. એટલું જ નહીં ઉજ્જવલા યોજના હેઠલ પણ મહિલાઓને મજબૂત કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના હેઠલ પણ મહિલાનું સન્માન કરવામાં આવ્યું છે.
સૈનિકોને પણ યાદ કર્યા
PM મોદી સૈનિકોને પણ ના ભૂલ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સૈનિકોને સલામ કરી અને તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા માટે ઉત્તરાખંડના લોકો હંમેશા આગળ રહ્યા છે. અહીંના સૈનિકોના બલિદાનને ન ભૂલી શકાય. અમારી સરકારે વન રેંક, વન પેન્શનને લાગૂ કરીને 40 વર્ષ જૂની માંગને પૂર્ણ કરી છે. PM મોદીએ કહ્યું કે, પુષ્કર સિંહ ધામી ખુદ સૈનિકના દીકરા છે આ કારણે તેઓ સૈનિકોને એ માંગને જાણે છે કે કેટલી મોટી માંગ હતી. અમે નેશનલ વૉર મેમોરિયલ બનાવીને દેશના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વ સૈનિકોને પેન્શનથી જોડાયેલી મુશ્કેલી ના આવે આ કારણે અમે ફિઝિકલ ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહ્યા છીએ. જ્યારે સૈનિકો પાસે આધુનિક હથિયારો અને યંત્રો હોય છે, તો એટલી જ આસાનીથી દુશ્મનનો સામનો કરી શકે છે. એવી જગ્યાએ જ્યાં હવામાન હંમેશા ખરાબ રહે છે ત્યાં પણ અમે આધુનિક સાધનો વડે ઘણી મદદ પહોંચાડી છે.
સંરક્ષણ ક્ષેત્રે કર્યા મોટા કામ
PM મોદીએ કહ્યું કે, અમારી સરકારે સંરક્ષણ ક્ષેત્રે ઘણા મોટા કામો કર્યા છે. સરકારના આ તમામ પ્રયત્નોનો લાભ ઉત્તરાખંડના લોકોને થશે. અહીંના સૈનિકોને થશે. PM મોદીએ કહ્યું કે, સારા વિકાસથી ઉજ્જડ ગામો ફરીથી હર્યાભર્યા થશે. મારી ઘણીવાર ખેડૂતો અને સૈનિકો સાથે વાતચીત થઈ, જ્યારે તેઓ જણાવે છે કે તેમના ગામ સુધી રોડ પહોંચી ગયો છે, ત્યારે મનને ઘણો જ સંતોષ થાય છે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કૃષિ, પર્યટન, ધાર્મિક પર્યટન સૌને પ્રોત્સાહન મળશે.
ઉત્તરાખંડની પ્રગતિ સાથે જોડાવાનો સમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી કેટલાક વર્ષમાં ઉત્તરાખંડ પોતાની રચનાના 25 વર્ષમાં પ્રવેશ કરશે. ઉત્તરાખંડને 25 વર્ષ થવાના છે. ઉત્તરાખંડની પ્રગતિ માટે સૌને જોડવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને અહીંના લોકોના સપનાઓને સાકાર કરશે. આનો ઘણો મોટો આધાર છે ડબલ એન્જિન જે ઉત્તરાખંડને નવી ઊંચાઈ સુધી પહોંચાડશે. PM મોદીએ કહ્યું કે, બાબા કેદારના આશીર્વાદથી આપણે આ સંકલ્પોને પૂર્ણ કરીએ એવી મારી આશા છે.
CM ધામીની PM મોદીએ પીઠ થાબડી
PM મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીની પીઠી થાબડી. સ્ટેજ પર ઉભા થઈને PM મોદીએ ધામીની પીઠ થાબડી. ત્યારબાદ અજય ભટ્ટને નમસ્તે કરીને ધનસિંહ રાવતને પણ આશીર્વાદ આપ્યા અને પીઠ થાબડી.
આ પણ વાંચો: Supreme Courtમાં લખીમપુર ખીરી મામલાની થઈ સુનાવણી, ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદેશ
આ પણ વાંચો: Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ઇદગાહમાં આતંકવાદી હુમલો, બે શિક્ષકોની સ્કૂલમાં કરી હત્યા