ETV Bharat / bharat

PM મોદી આજે મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે - કેન્દ્રશાસિત પ્રદેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા (PM Modi will preside over the National Conference) કરશે. આ કોન્ફરન્સમાં MSME, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ સહિતના 6 વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે. (National Conference of Chief Secretaries)

PM મોદી આજે મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

author img

By

Published : Jan 6, 2023, 9:58 AM IST

નવી દિલ્હી: સામાન્ય બજેટ પહેલા ગુરુવારે અહીં તમામ રાજ્યોના મુખ્ય સચિવોની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદ (PM Modi will preside over the National Conference) શરૂ થઈ છે. અર્થતંત્ર ઉપરાંત નોકરીઓ અને સર્વસમાવેશક માનવ વિકાસ પર ચર્ચા થશે. વડાપ્રધાન કાર્યાલયએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર અને શનિવારે બેઠકની અધ્યક્ષતા કરશે. રીચિંગ ધ લાસ્ટ માઈલ વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ પણ દિવસ દરમિયાન એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પરિષદ વ્યાપકપણે અર્થતંત્ર અને નોકરીઓ અને સર્વસમાવેશક માનવ વિકાસ એમ બે થીમ પર આધારિત છે. (National Conference of Chief Secretaries)

વિકસિત ભારતનું લક્ષ્ય: જૂન 2022ના રોજ ધર્મશાળામાં મુખ્ય સચિવોની આવી પ્રથમ પરિષદ યોજાઈ (National Conference of Chief Secretaries) હતી. આ વર્ષે આયોજિત ત્રિ-દિવસીય પરિષદની કેન્દ્રીય થીમ રાજ્યો સાથે ભાગીદારીમાં ઝડપી અને ટકાઉ આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાની છે. PMOના જણાવ્યા અનુસાર, આ પરિષદ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સહયોગી કાર્યવાહી માટે મંચ નક્કી કરશે, જેમાં રોજગાર સર્જન અને સર્વસમાવેશક માનવ વિકાસ પર ભાર મૂકવામાં આવશે.

ભૌતિક અને વર્ચ્યુઅલ બેઠકો: છેલ્લા ત્રણ મહિનામાં મુખ્ય મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories) અને વિષયના નિષ્ણાતો સાથે 150થી વધુ ભૌતિક અને વર્ચ્યુઅલ બેઠકોમાં સઘન ચર્ચા કર્યા પછી કોન્ફરન્સનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. કોન્ફરન્સ દરમિયાન ચર્ચા માટે છ વિષયો નક્કી કરવામાં આવ્યા છે. આમાં MSMEs, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને પ્રોત્સાહન આપવું, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે.

મુખ્ય સચિવોની કોન્ફરન્સ: વાસ્તવમાં ગત વર્ષે ધર્મશાળામાં મુખ્ય સચિવોની આવી કોન્ફરન્સ (National Conference of Chief Secretaries) યોજાઈ હતી. PAO કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ 200થી વધુ અધિકારીઓ ભાગ લેશે. આ પરિષદમાં સર્વસમાવેશક માનવ વિકાસ, વિકસિત ભારત, વિકાસ અને રોજગાર સહિતની સિદ્ધિ માટે આધાર તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.