- વડાપ્રધાન નિવાસ સ્થાન પર યોજાયેલી બેઠકમાં 14 નેતાઓને રહ્યા હાજર
- સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાશે
- કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સરકાર પાસે 5 માંગ કરી
દિલ્હી: જમ્મુ-કાશ્મીર મુદ્દે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસ સ્થાન પર યોજાયેલી બેઠકમાં 14 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, ગુલામ નબી આઝાદ સહિત 8 પક્ષના 14 નેતાઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: વડાપ્રધાન સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક શરૂ
અમે રાજ્યનો દરજ્જો આપવા માટે પ્રતિબદ્ધ: વડાપ્રધાન
આ બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાર્ટીના અધ્યક્ષ અલ્તાફ બુખારીએ જણાવ્યું હતું કે આજે સારા વાતાવરણમાં વાતચિત થઇ છે. વડાપ્રધાને બધા જ નેતાના મુદ્દા સાંભળ્યા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને એવું પણ જણાવ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ટોયકૈથૉન -2021ના સહભાગીઓ સાથે કરશે સંવાદ
જમ્મુ કાશ્મીરના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કરી 5 માંગ
વડાપ્રધાન અને જમ્મુ કાશ્મીરના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે અમે સરકાર પાસે 5 માંગણીઓ કરી છે, રાજ્યનો દરજ્જો આપો, લોકતંત્ર બહાલ કરી વિધાનસભાની ચૂંટણી કરવો, જમ્મૂ -કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનું પુનર્વસન અને રાજનીતિક બંદીઓને મુક્ત કરો. આ બેઠક પૂર્ણ થયા પછી પીપલ્સ કોન્ફર્સના નેતાએ સજ્જાદલોને જણાવ્યું હતું કે બેઠક સૌહાર્દ પૂર્ણ માહોલમાં થઇ છે.