ETV Bharat / bharat

અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય: મોદી - અમેરિકાના પ્રવાસે નરેન્દ્ર મોદી

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. જેમાં વડાપ્રધાન મોદીએ કોરોનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્વાંજલિ આપી અને કહ્યું કે, દુનિયા આજે સૌથી મોટી મહામારી સામે લડી રહી છે. તેમણે આતંકવાદના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધી

author img

By

Published : Sep 25, 2021, 7:16 PM IST

Updated : Sep 25, 2021, 9:51 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી
  • અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો
  • કોરોના વેક્સિન અને ભારતની આઝાદીના 75 વર્ષની પણ ચિંતા કરી

વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. તેમણે આતંકવાદના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન અને ભારતની આઝાદીના 75 વર્ષની પણ ચિંતા કરી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના પ્રવાસે જતા પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાને પાકિસ્તાન પર આડકતરો પ્રહાર કર્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીખો પ્રહાર કર્યો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, જે આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે પણ ખતરો ઉભો થયો છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દા પર પણ પ્રહાર કરતા કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું ઘણુ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિયો માટે ન કરો.

આતંકવાદ મુદ્દે વડાપ્રધાને અપનાવ્યું કડક વલણ

ભારતે કર્યું પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનનું નિર્માણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂએનજીએમાં કહ્યું કે, સેવા પરમો ધર્મ અંતર્ગત ભારત વેક્સિનેશનમાં લાગેલું છે. ભારતે દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનનું નિર્માણ કરી લીધુ છે. સાથે જ ફરીથી વેક્સિનનો એક્સપોર્ટ પણ શરૂ થઇ ચૂક્યો છે. હું યૂએનજીએને જાણકારી આપવા માંગુ છું કે, ભારતે દુનિયાની પ્રથમ DNA વેક્સિન વિકસીત કરી લીધી છે. જેને 12 વર્ષથી વધુની વયના લોકોને લગાવી શકાશે.

ભારતમાં પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનનું નિર્માણ

ભારતનું વેક્સિન ડિલીવરી પ્લેટફોર્મ ડિજિટલ સહાયતા આપે છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના લોકતંત્રની તાકાત છે કે, એક નાનો બાળક જે ક્યારેક એક રેલવે સ્ટેશન પર ટી સ્ટોલમાં પોતાના પિતાની મદદ કરી રહ્યો હતો જે આજે ચોથીવાર ભારતના વડાપ્રધાન તરીકે UNGAને સંબોધિત કરી રહ્યો છે. ભારતનું વેક્સિન ડિલીવરી પ્લેટફોર્મ કોવિન એક જ દિવસમાં કરોડો વેક્સિન ડોઝ લગાવવા માટે ડિજિટલ સહાયતા આપી રહ્યું છે

આ જ વર્ષે 15 ઓગસ્ટે ભારતે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે અને હું પ્રતિનિધિ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, આ જ વર્ષે 15 ઓગસ્ટે ભારતે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિવિધતા અમારા લોકતંત્રની ઓળખાણ છે. આપણી વિવિધતા, આપણી સશક્ત લોકતંત્રની ઓળખાણ છે. એક એવો દેશ જેમાં ઘણી ભાષા છે, સેંકડો બોલી છે, અલગ-અલગ રહેણી-કરણી, ખાણી-પીણી છે. આ વાઇબ્રન્ટ ડેમોક્રેસીનું ઉદાહરણ છે.

અમારું "આત્મનિર્ભર ભારત અભિયાન" આ જ ભાવનાથી પ્રેરાયેલું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ દુનિયાને શીખવાડ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે, તેથી વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓનો વિસ્તાર ઘણો મહત્વપૂર્ણ છે. અમારું "આત્મનિર્ભર ભારત અભિયાન" આ જ ભાવનાથી પ્રેરાયેલું છે. સ્વતંત્રતાના 75 વર્ષના અવસરે ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઇ રહ્યા છે. વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુનિયા સામે ચરમપંથનો ખતરો વધતો જઇ રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી વિચારને વધારવાનું જરૂરી થઇ ગયું છે.

વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 75 સેટેલાઇટ કરાશે લોન્ચ

અમે શુદ્ધ પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રદૂષિત પાણી, ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશોની ઘણી મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારને પહોંચી વળવા માટે અમે 17 કરોડથી વધુ ઘરો સુધી, પાઇપથી શુદ્ધ પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ભારતના વૈજ્ઞાનિક એક વેક્સિનના નિર્માણમાં પણ લાગેલા છે. માનવતા માટે પોતાના દાયિત્વને સમજતા ભારતે એકવાર ફરી જરૂરતમંદોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે.

આપણા સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન પણ છે

અફઘાનિસ્તાનની જનતા, મહિલાઓ, બાળકોને, માયનોરીટીને મદદની જરૂર છે. એમાં આપણે આપણું દાયિત્વ નિભાવવું પડશે. આપણા સમુદ્ર પણ આપણો મહત્વનો વારસો છે તેથી આપણે એ ધ્યાન રાખવું પડશે કે સમુદ્રી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ, દુરઉપયોગ નહી. આપણા સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન પણ છે. તેથી આપણે વિસ્તારવાદની દોડથી બચાવીને રાખવું પડશે.

સાયન્સ અને ટેક્નોલોજી આધારિત ઇનોવેશન વિશ્વને ઘણી મદદ કરી શકે છે

ભારતમાં થઇ રહેલા સાયન્સ અને ટેક્નોલોજી આધારિત ઇનોવેશન વિશ્વને ઘણી મદદ કરી શકે છે. આપણા યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યૂપીઆઇ) આજે ભારતમાં દર મહિને 350 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે. ભારતનું વેક્સિન ડિલીવરી પ્લેટફોર્મ કોવિન એક જ દિવસમાં કરોડો વેક્સિન ડોઝ લગાવવા માટે ડિજિટલ સપોર્ટ આપી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ભાષણમાં આચાર્ય ચાણાક્યને પણ યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના મહાન કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યે સદિઓ પહેલા કહ્યું હતું કે," કાલાતિ ક્રમાત કાલ એવ ફલમ પબતિ" બરાબર સમયે સાચું કાર્ય ન કરવામાં આવે તો સમય જ એ કાર્યની સફળતાને સમાપ્ત કરી દે છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાને પ્રાસંગિક બનાવી રાખવું છે તો તેણે પોતાના ઇફેક્ટિવનેસને વધારવી પડશે, વિશ્વસનીયતાને વધારવી પડશે. યૂએન પર આજે ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે. આ સવાલોને અમે પર્યાવરણ અને કોવિડ દરમિયાન જોયા છે. દુનિયાના કેટલાય ભાગોમાં ચાલી રહેલી પ્રોક્સી વોર, આતંકવાદ અને હવે અફઘાનિસ્તાનના સંકટે આ સવાલોને વધુ ઉંડા કરી દીધા છે. આપણે યૂએનને ગ્લોબલ ઓર્ડર, ગ્લોબલ લોસ અને ગ્લોબલ વેલ્યૂના સોલ્યૂશન માટે નિરંતર સુદ્રઢ કરીએ.

વડાપ્રધાને ચાણક્ય અને ટેગોરને કર્યા યાદ

વડાપ્રધાન મોદીએ ભાષણની પૂર્ણાહૂતિ કરતા રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોને યાદ કર્યા

રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો સાથે વડાપ્રધાન મોદીએ પોતાની વાત સમાપ્ત કરતા કહ્યું કે, પોતાના શુભ કર્મ પથ પર નિર્ભિત થઇને આગળ વધો, બધી દુર્બળતાઓ અને શંકાઓ સમાપ્ત થાય. આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલું પ્રાસંગિક છે એટલું જ બધા જબાવદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે આપણા બધાનો પ્રયાસ વિશ્વમાં શાંતિ વધારશે. વિશ્વને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવશે.

નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પણ યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરતા ઇમરાન ખાનને પણ સંદેશ આપ્યો છે. ઇમરાન ખાને યૂએનના પોતાના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઇને ખોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુધાર અને તેની ઘટતી ભૂમિકાને લઇને કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

Last Updated : Sep 25, 2021, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.