ETV Bharat / bharat

Human trafficking: ફ્રાંસમાં 4 દિવસ સુધી ફસાયેલું વિમાન આખરે મુંબઈ પહોંચ્યું, જાણો શું હતો સમગ્ર મામલો - માનવ તસ્કરીનો મામલો

માનવ તસ્કરીની આશંકામાં પેરિસ નજીકના એરપોર્ટ પર ફસાયેલા વિમાનના મુસાફરો અને તેમના પરિવારો માટે સારા સમાચાર છે. આ વિમાન મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું. પ્લેનમાં સવાર 276 યાત્રીઓમાંથી મોટાભાગના ભારતીય હતા. Plane stuck France reaches Mumbai

ફ્રાંસમાં 4 દિવસ સુધી ફસાયેલું વિમાન આખરે મુંબઈ પહોંચ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 8:55 AM IST

Updated : Dec 26, 2023, 9:06 AM IST

મુંબઈ: માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સમાં ચાર દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલું વિમાન આજે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયું છે. વિમાનમાં સવાર 276 મુસાફરોમાંથી મોટાભાગના ભારતીયો છે. મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન મંગળવારે મુંબઈ પહોંચ્યું હતું. રોમાનિયન કંપની દ્વારા સંચાલિત નિકારાગુઆ જનારી ફ્લાઇટને ફ્રાન્સ નજીકના વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ માટે રોકી દેવામાં આવી હતી.

276 મુસાફરો સાથે વિમાન મુંબઈ પરત ફર્યુ: આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે એરબસ A-340 વિમાન સવારે 4 વાગ્યા પછી મુંબઈમાં લેન્ડ થયું હતું. તેણે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે વેટ્રી એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી. 303 મુસાફરોને લઈને આ ચાર્ટર ફ્લાઇટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી ઉપડી હતી અને માનવ તસ્કરીની શંકાના આધારે ગુરુવારે પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર અટકાવી દેવામમાં હતી. ફ્રેન્ચ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 276 મુસાફરો સવાર હતા. જ્યારે તે મુંબઈ માટે રવાના થયું ત્યારે બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે હજુ પણ ફ્રાન્સની ધરતી પર છે. અન્ય બે લોકો જેમને ન્યાયાધીશ સમક્ષ લાવવામાં આવ્યા હતા, તેમને મુક્ત કરવામાં આવ્યા છે, અને તેઓને સહાયક સાક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

  • #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today

    (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx

    — ANI (@ANI) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દુબઈથી ઉપડ્યું હતું વિમાન: આપને જણાવી દઈએ કે સોમવારે તે 276 મુસાફરો સાથે ભારત માટે રવાના થઈ હતી. સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી 303 લોકોને લઈને નિકારાગુઆ જતી ફ્લાઇટને ગુરુવારે માનવ તસ્કરીની શંકાના આધારે અટકાવવામાં આવી હતી. ફ્રેન્ચ સત્તાવાળાઓએ રવિવારે વિમાનને તેની મુસાફરી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જે વિમાનને ટેક ઓફ કરવામાં આવ્યું હતું તેમાં 276 મુસાફરો સવાર હતા. ઉપરાંત, બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી હતી.રિપોર્ટ અનુસાર, કેટલાક મુસાફરો તેમના વતન પરત જવા માંગતા ન હતા.

  • #WATCH | Maharashtra: Passengers leave from Mumbai airport.

    A plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today. pic.twitter.com/N93wPcbwr8

માનવ તસ્કરીમાં કોનો હાથ: એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ભારતીય પ્રવાસીઓએ મધ્ય અમેરિકા પહોંચવા માટે પ્રવાસની યોજના બનાવી હતી. આ માટે તેઓએ ગેરકાયદેસર રીતે અમેરિકા અથવા કેનેડામાં પ્રવેશવાની યોજના બનાવી હતી. જો કે માનવ તસ્કરીમાં સંડોવાયેલી કેટલીક સંગઠિત ગેંગ આની પાછળ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

  • Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN

  1. Ship Drone Attack: હિંદ મહાસાગરમાં કેમિકલ ભરેલા કાર્ગો જહાંજ પર કથિત ડ્રોન હુમલો, ભારતીય કોસ્ટ ગાર્ડ આવ્યું મદદે
  2. Covid 19 Case: સિંગાપુરમાં કોવિડ-19 ચરમસીમા પર, વિશેષજ્ઞો સર્તક છે: આરોગ્યપ્રધાન

Last Updated : Dec 26, 2023, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.