- કોવિડ 19 ની રસી કોવેક્સિનના ત્રીજા ચરણનું પરીક્ષણ શરૂ
- દેશના 130 કરોડ લોકોનું કોવેક્સિન રસીકરણ એક પડકાર
- આવતા વર્ષ સુધી અમે આ વેક્સિન એક અરબ આબાદીને ઉપલબ્ધ થશે
હૈદરાબાદઃ ભારતની પહેલી સ્વદેશી કોરોના વાઇરસ વેક્સિન કોવેક્સિનનો માનવ અંગો પર પરીક્ષણ ભલે જ પોતાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યો હોય, પરંતુ ભારત બાયોટેકે સોમવારે દેશના બધા લોકો સુધી તેને પહોંચાડવાને લઇને પ્રશ્નો કર્યા છે.
કોવિડ 19 ની રસી કોવેક્સિનના ત્રીજા ચરણનું પરીક્ષણ શરૂ
ભારત બાયોટેકે કોરોનાથી મુક્તિ આપવા માટે 130 કરોડ લોકોના રસીકરણ કરવું એ એક પડકાર રુપ છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના (બીબીઆઇએલ) અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ કહ્યું કે, કંપનીની બાયો-સેફ્ટી લેવલ- 3 સુવિધા વર્તમાનમાં સીમિત ક્ષમતાની છે, પરંતુ આગામી વર્ષ સુધી તેની 100 કરોડની ડોઝ સુધી પહોંચાડવાની આશા છે.
વધુમાં તેણે કહ્યું કે, આપણે કોવેક્સિન માટે આઇસીએમઆરની (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) સાથે ભાગીદારી કરી છે અને જેવું કે, આપણે કહીએ છીએ, આપણે ત્રીજા ચરણના પરીક્ષણોમાં પ્રવેશ કરી રહ્યા છીએ, પરંતુ હું ખુશ નથી, કારણ કે, આ ઇન્જેક્શન માટે છે, સાથે બે-ડોઝવાળી વેક્સિન છે. જો આપણે બે ડોઝની વેક્સિનનું 130 કરોડ આબાદીને રસી આપવી છે, તો આપણે 260 કરોડ સિરિઝની જરૂર પડશે.
એલાએ વિદેશ મંત્રાલયના સહયોગથી ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ દ્વારા આયોજિત ડેક્સોન સંવાદને સંબોધિત કરતા આ વાતની જાણકારી આપી હતી.
અમે વધુ એક વેક્સિન પર કામ કરી રહ્યા છી: અધ્યક્ષ (બીબીઆઇએલ)
એલાએ કહ્યું કે, અમે વધુ એક વેક્સિન પર કામ કરી રહ્યા છીએ. જે નાક મારફતે આપનારી ડ્રોપના રૂપે હશે. મને લાગે છે કે, આવતા વર્ષ સુધી અમે આ વેક્સિન એક અરબ આબાદીને ઉપલબ્ધ કરાવીશું.
હૈદરાબાદ- મુખ્યાલયવાળા વેક્સિન નિર્માતાએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે, તે વૉશિંગ્ટન યૂનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનની સાથે સેન્ટ લુઇસ, મિસોરીમાં એક એકલ-ડોઝ વેક્સિનની એક અરબ ડોઢ બનાવવામાં સહયોગ કરી રહ્યા છીએ.
130 કરોડ આબાદીના રસીકરણ કઇ રીતે કરવામાં આવે તે પડકાર
તેમણે કહ્યું કે, એક પડકાર એ છે કે, 130 કરોડ આબાદીના રસીકરણ કઇ રીતે કરવામાં આવે. બંને દેશોમાં છ અરબ (600 કરોડ) લોકોને રસી આપવામાં આવશે, પરંતુ અવસર એ છે કે, જો તેમાંથી 20 ટકા રસીકરણ પણ થઇ જાય, તો હું માનીશ કે, એક વૈજ્ઞાનિકના રૂપે મેં મારું કામ કર્યું છે.
ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (આઇઆઇટીટી), હૈદરાબાદના પ્રોફેસર એમ.વિદ્યાસાગર, જે કોવિડ 19 ભારતીય રાષ્ટ્રીય સુપરમૉડલ કમેટીના અધ્યક્ષ પણ છે, તેમણે કહ્યું કે, એક પડકાર એ છે કે, શું ઉત્તર ભારતમાં ઠંડીના મોસમ વિશેષ રૂપે આ મહામારીને વધારે છે અને શું આપણે તેનું અનુમાન લગાવી શકીએ છીએ.
તેમણે કહ્યું કે, ભારતને અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સ જેવા અન્ય દેશોની તુલનામાં મહામારીને નિયંત્રિત કરવામાં અધિક સફળથા મેળવી છે, જેનો મૃત્યુદર ભારતની તુલનામાં સાતથી આઠ ગણો વધુ છે.