ETV Bharat / bharat

પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવો : સરકારે બળતામાં ઘી ન હોમવું જોઈએ

લગામ વિનાના ઘોડાની જેમ દોડતાં, પેટ્રૉલ અને ડીઝલની કિંમતો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગઈ છે, જેનાથી ગ્રાહકોને આંચકો લાગ્યો છે. દેશમાં ડીઝલનો સૌથી વધુ ભાવ હૈદરાબાદમાં છે, જ્યાં તે પ્રતિ લિટર ૮૩ રૂપિયા પર પહોંચી ગયો છે. મુંબઈ અને જયપુરમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૯૦ રૂપિયાની રેકૉર્ડ સપાટીને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં પ્રીમિયમ પેટ્રૉલની કિંમત પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાથી વધુ છે.

પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવો : સરકારે બળતામાં ઘી ન હોમવું જોઈએ
પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવો : સરકારે બળતામાં ઘી ન હોમવું જોઈએ
author img

By

Published : Jan 31, 2021, 7:12 PM IST

લગામ વિનાના ઘોડાની જેમ દોડતાં, પેટ્રૉલ અને ડીઝલની કિંમતો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગઈ છે, જેનાથી ગ્રાહકોને આંચકો લાગ્યો છે. દેશમાં ડીઝલનો સૌથી વધુ ભાવ હૈદરાબાદમાં છે, જ્યાં તે પ્રતિ લિટર ૮૩ રૂપિયા પર પહોંચી ગયો છે. મુંબઈ અને જયપુરમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૯૦ રૂપિયાની રેકૉર્ડ સપાટીને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં પ્રીમિયમ પેટ્રૉલની કિંમત પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાથી વધુ છે. ઑક્ટોબર ૨૦૧૮ માં જ્યારે પેટ્રૉલની કિંમત પ્રતિ લિટર ૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લિટર હતી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલનો દર પ્રતિ બેરલ ૮૦ યુએસ ડૉલર હતો. આશરે એક વર્ષ પહેલાં ક્રુડ તેલના બેરલની કિંમત 70 ડૉલર હતી અને તેમાં ત્રણ મહિનાના ગાળામાં ૫૦ ટકાનો ઘટાડો થયો હતો. આજે ક્રૂડ ઑઇલનો ભાવ ૫૫ ડૉલર છે, તેમ છતાં પેટ્રોલિયમ ઇંધણની સ્થાનિક રિટેલ કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. કરુણતાની વાત તો એ છે કે દેશના ઇંધણ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થઈ તેની નીચી સપાટીએ પહોંચવાથી કોઈ ફાયદો મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારની વધઘટને ધ્યાનમાં રાખીને ભાવમાં ફેરફાર કરવાના નામે ગ્રાહકો હવે ભાવવધારાની ગરમીનો સામનો કરી રહ્યા છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમના ભાવ વધારા માટે એક અજીબોગરીબ બચાવ રજૂ કરી રહ્યા છે. તેમના મતે ભાવ વધારો એ તર્કસંગત ભાવે સપ્લાય કરવાના તેમના વચનને પૂર્ણ કરવામાં તેલ ઉત્પાદક અને નિકાસ કરનારા દેશો (ઓપેક) ની નિષ્ફળતાનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગયા એપ્રિલમાં ઓપેકને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ગયા એપ્રિલમાં તેલની માગમાં ભારે ઘટાડો થયો હતો. સ્થાનિક માગમાં ઘટાડો હોવા છતાં ભારતે ઈંધણની આયાત કરવાનું ચાલુ રાખીને ઓપેકને બચાવ્યો. આ સમર્થનને ધ્યાનમાં રાખીને સંગઠને તર્કસંગત ભાવો માટે તેલ આપવાનું વચન આપ્યું હતું, એમ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીની દલીલનો સાર એ છે કે ઓપેક પોતાનું વચન પાળવામાં નિષ્ફળ નિવડ્યું, પરિણામે પેટ્રોલની કિંમતો બળી રહી છે.

આંતરરાષ્ટ્રીય ભાવો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે તે ધ્યાનમાં લીધા વિના, અહીંની સરકારો પેટ્રોલિયમના ભાવમાં વધારો કરી રહી છે અને કિંમતો પર વધારાના સેસ લગાવી રહી છે. શું આ લોકોને બેફામ લૂટવાની રીત નથી?

ભારતના પેટ્રોલિયમ ભાવ દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને આમાં ફાળો આપી રહી છે કારણ કે તે બંને પેટ્રોલિયમ ઇંધણ પર વેરો લાદે છે. અગાઉ, રંગરાજન સમિતિએ જણાવ્યું હતું કે તે સમયે સરકારો દ્વારા લાદવામાં આવતા વેરામાં પેટ્રોલના ભાવના ૫૬ ટકા અને ડીઝલના દરના ૩૬ ટકા જેટલા હતા. નવીનતમ માહિતી અનુસાર, પેટ્રોલના ભાવ પર સરકારે લાદેલો વેરો પેટ્રોલના ભાવના ૬૭ ટકા અને ડીઝલના ભાવમાં ૬૧ ટકા છે. આંકડા એ હકીકતને ઉજાગર કરે છે કે કેન્દ્ર સરકારની ઇંધણ ક્ષેત્રની આવક ૨૦૧૫ અને ૨૦૨૦ની વચ્ચે બમણી થઈ છે, જ્યારે તે જ ક્ષેત્રમાંથી રાજ્ય સરકારોની આવકમાં ૩૮ ટકાનો વધારો થયો છે.

કંટ્રૉલર જનરલ ઑફ ઍકાઉન્ટ્સ (સીજીએ) એ જાહેર કર્યું છે કે કોરોના રોગચાળા દરમિયાન પણ જ્યારે પેટ્રોલના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, ત્યારે પેટ્રૉલિયમ ક્ષેત્રમાંથી કેન્દ્ર સરકારની આવક વધી રહી હતી. ઇંધણ એ દેશની ડૂબતી અર્થવ્યવસ્થાના કાયાકલ્પ માટે જીવન સ્રોત છે. લોકોની આર્થિક પ્રવૃત્તિઓની પણ પુન:સ્થાપના માટે પેટ્રૉલિયમ એ આવશ્યકતા છે. એટલા માટે એવી માગ કરવામાં આવી છે કે એલપીજી અને કેરોસીન સહિતનાં તમામ પેટ્રૉલિયમ ઇંધણને જીએસટીના દાયરામાં લાવવામાં આવે જેથી તેમની કિંમતો નિયંત્રણમાં રહે. એવો અંદાજ છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા વેરામાંથી મુક્તિ આપવામાં આવે તો આપણે ૩૦ રૂપિયા પ્રતિ લિટર પેટ્રૉલ મેળવી શકીએ. આવા અનુમાનની પૃષ્ઠભૂમિમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઇંધણ પર લાદવામાં આવતો કર ઓછામાં ઓછો રહે. જો આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવો અપેક્ષાઓ કરતાં વધી જાય તો પણ દેશના લાંબા ગાળાનાં હિતોને બચાવવા માટે બળતણના ભાવો પર કર લાદવાનું ઓછું રાખવું જોઈએ. પહેલેથી જ લોકોનાં જીવન રોગચાળા દ્વારા બરબાદ થઈ ગયા છે. પેટ્રૉલિયમ કિંમતો પર કર વધારવામાંથી બચતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોનું જીવન વધુ ખરાબ થવાથી બચાવી શકે છે.

***

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.