- પાંચ દિવસમાં ચોથો વધારો જોવા મળ્યો
- દેશભરના શહેરોમાં પેટ્રોલ 20 થી 22 પૈસા મોંઘુ થયું
- પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા 9224992249 નં. પર મેસેજ કરવો
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના (Petrol Diesel Price) ભાવે ફરી એક વખત દેશમાં લોકોને રડાવવાનું શરૂ કરી દીધું છે. મંગળવાર, 28 સપ્ટેમ્બર, 2021 ના રોજ, દેશમાં આજે ફરી ડીઝલના ભાવમાં વધારો થયો છે, જ્યારે આજે પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચોથો વધારો જોવા મળી રહેલ ડીઝલમાં આજે 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશભરના શહેરોમાં પેટ્રોલ 20 થી 22 પૈસા મોંઘુ થયું છે. લગભગ બે મહિના પછી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. આ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 24, 26 અને 27 સપ્ટેમ્બરે પણ ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.
આ પણ વાંચો : સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 25 અને નિફ્ટી 44 પોઈન્ટ ઉછળ્યો
ક્યા શહેરમાં કેટલો ભાવ
- દિલ્હી: પેટ્રોલ - 101.39 પ્રતિ લિટર; ડીઝલ - 89.57 પ્રતિ લિટર
- મુંબઈ: પેટ્રોલ - 107.47 પ્રતિ લિટર; ડીઝલ - 97.21 પ્રતિ લિટર
- કોલકાતા: પેટ્રોલ - 101.87 પ્રતિ લિટર; ડીઝલ - 92.62 પ્રતિ લિટર
- ચેન્નઈ: પેટ્રોલ - 99.15 પ્રતિ લિટર; ડીઝલ - 94.17 પ્રતિ લિટર
- બેંગલુરુ: પેટ્રોલ - 104.92 પ્રતિ લિટર; ડીઝલ - 95.06 પ્રતિ લિટર
- ભોપાલ: પેટ્રોલ - 109.85 પ્રતિ લિટર; ડીઝલ - 98.45 પ્રતિ લિટર
- લખનઉ: પેટ્રોલ - 98.51 રૂપિયા પ્રતિ લીટર; ડીઝલ - 89.98 પ્રતિ લીટર
- પટના: પેટ્રોલ - 104.04 પ્રતિ લિટર; ડીઝલ - 95.70 પ્રતિ લિટર
- ચંદીગઢ: પેટ્રોલ - 97.61 પ્રતિ લિટર; ડીઝલ - 89.31 પ્રતિ લિટર
આ પણ વાંચો : તૈયાર રહેજો... 1 ઓક્ટોબરથી બેન્કિંગ નિયમો, LPG ગેસના ભાવ સહિત અનેક ફેરફાર થશે