ETV Bharat / bharat

મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો - Petrol bombs

મેઘાલયમાં એક ભૂતપૂર્વ ઉગ્રવાદીને પોલીસે ઠાર માર્યા બાદ હિંસા ફાટી પડી હતી. તોડફોડ અને આગચંપી બાદ શિલોંગમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો છે. રવિવારે રાત્રે શિલોંગમાં,અમુક અસમાજીત તત્વો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનના આવાસના પરિસરમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો

author img

By

Published : Aug 16, 2021, 7:24 AM IST

  • મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો
  • ઘટનામાં કોઇ જાનહાનિં નહી
  • પોલિસે તપાસ શરૂ કરી

શિલોંગ: મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ કે.ના નિવાસ સ્થાને રવિવારે રાત્રે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે, આ ઘટના રાત્રે 10.15 વાગ્યાની આસપાસ બની જ્યારે વાહનમાં આવેલા અસામાજીક તત્વો દ્વારા મુખ્યપ્રધાનના આવાસના પરિસરમાં પેટ્રોલની બે બોટલ ફેંકવામાં આવી હતી.

મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બે પેટ્રોલ બોમ્બ ફેકાયા

જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ બોટલ પરિસરના આગળના ભાગમાં ફેંકવામાં આવી હતી, જ્યારે બીજી બોટલ પાછળના ભાગમાં ફેંકવામાં આવી હતી. જોકે, ચોકીદારે તરત જ આગ બુઝાવી દીધી હતી.

આ પણ વાંચો : Indian Idol 12 Winner: ઉત્તરાખંડના પવનદીપ રાજન વિજેતા બન્યા, CM ધામીએ અભિનંદન પાઠવ્યા

ઘટના બાદ મુખ્યપ્રધાનનું નિવેદન

હિંસાની ઘટનાઓ અંગે મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનેક એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા છે કે, શિલાંગમાં બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંગમાએ કહ્યું કે, રાજ્યમાં શાંતિ જાળવવા માટે પોલીસ હાઈ એલર્ટ પર છે.તેમણે કહ્યું કે પોલીસ શાંતિ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.સંગમાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને વિશ્વસનીય અને નક્કર પુરાવા મળ્યા છે કે થંગખ્યૂ સહિત મોટી સંખ્યામાં લોકો વિસ્ફોટમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, પુરાવાના આધારે પોલીસે કેવી રીતે આગળ વધવું તેની રણનીતિ બનાવી રહી છે.મુખ્યપ્રધાને કહ્યું કે, સરકાર અને પોલીસનો હેતુ પૂર્વ બળવાખોર નેતાને નુકસાન પહોંચાડવાનો કે ધરપકડ કરવાનો નથી.

મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ

સ્વતંત્રતા દિવસ પર રાજ્યની રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં તોડફોડ અને આગચંપી બાદ રાજ્ય સરકારે શિલોંગમાં કર્ફ્યુ લગાવી દીધો છે અને ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 724 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત

મેઘાલયના ગૃહપ્રધાન લખમેન રિંબુઇનું રાજીનામું

દરમિયાન, મેઘાલયના ગૃહપ્રધાન લખમેન રિંબુઇએ પોલીસ દ્વારા ભૂતપૂર્વ આતંકવાદીને ઠાર મારવાના મામલે શિલોંગમાં થયેલી હિંસા વચ્ચે રાજીનામું આપ્યું છે. રિંબુઇએ મુખ્યપ્રધાનને વિનંતી કરી હતી કે, તેઓ આત્મસમર્પણ કરનાર પ્રતિબંધિત હાયનીવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સ્વયં-જનરલ સેક્રેટરી ચેરીસ્ટરફિલ્ડ થાંગખિયૂને ગોળી મારનાર મામેલ ન્યાયિક તપાસ કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.