નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. કંપનીઓએ ફરી એકવાર મોંઘવારીનો ડોઝ આપ્યો છે. ભૂતકાળની જેમ આજે પણ તેલના ભાવમાં વધારો થયો છે. આજે કિંમતમાં 84 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા દસ દિવસમાં નવમી વખત પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 80 પૈસાનો વધારો : તેલ કંપની IOCLના તાજેતરના દરો અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. આ પછી રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં પેટ્રોલ 116.72 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 100.94 રૂપિયા થઈ ગયું છે.
આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત 8મી વખત થયો વધારો, જાણો શું છે નવા ભાવ
ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલમાં 76 પૈસાનો વધારો : આજે ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલમાં 76 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ પછી પેટ્રોલ 107.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 97.52 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું. કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલમાં 83 પૈસા અને ડીઝલમાં 80 પૈસાનો વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 96.22 રૂપિયા થઈ ગઈ છે.
ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર : નવેમ્બરમાં દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારે ઇંધણ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 103.97 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું. ત્યારબાદ 2 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં લગભગ 8 રૂપિયાનો ઘટાડો કર્યો, જેના પછી રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ : આંતરરાષ્ટ્રીય બજારમાં રુસો-યુક્રેન યુદ્ધની વચ્ચે ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ ડોલર 130ના સર્વોચ્ચ સ્તરથી ઘટીને ડોલર 103 પર પહોંચી ગઈ છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ભાવ વધવાની પ્રક્રિયા હજુ અટકવાની નથી.
આ પણ વાંચો: Petrol Diesel Price : છેલ્લા પાંચ દિવસમાં આજે ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.